બોટાદ અકસ્માત : વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી દુ:ખની લાગણી વ્યક્ત કરી

મંગળવાર, 6 માર્ચ 2018 (13:26 IST)

Widgets Magazine
modi


ભાવનગરના બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જતી ટ્રક બ્રીજ નીચે ખાબકતાં મોટી કરૂણાંતિકા ઘટી છે. આ અકસ્માતમાં 30 જેટલા જાનૈયાઓના મોત નિપજ્યાં છે. આટલા મોટા અકસ્માતને કારણે આખા ગુજરાતમાં ચકચાર જામી  છે ત્યારે વડાપ્રધાન મોદીએ આ ગમખ્વાર અકસ્માત અંગે ટ્વીટ કરીને આ દુ:ખમાં સહભાગી બન્યા છે. આજે મંગળવારનો દિવસ ભારે અમંગળ સાબિત થયો છે. ભાવનગરમાં રંધોળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં જાનૈયાઓ ભરીને લઈને જઇ રહેલો જીજે14 ટી 4946 નંબરનો ટ્રક એકાએક બ્રીજ પરથી નીચે ખાબક્યો હતો. જેના પગલે અકસ્માતમાં 30 જેટલા લોકોના મોત થયા છે. અકસ્માતમાં વરરાજાના માતાપિતાના મોત થયાં છે તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં કલેક્ટરે 26થી વધુના મોતની પુષ્ટિ કરી છે અને બાકીના લોકોને ભારે ઇજા પહોંચી છે. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થાય એવી પૂરેપૂરી શક્યતા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જિજ્ઞેશ મેવાણી પોતાના મતવિસ્તારમાં સેનિટરી પેડના એકમ સ્થાપશે

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોતાના મતવિસ્તારમાં મહિલાઓને સસ્તા ભાવે સેનિટરી પેડ ઉપલબ્ધ ...

news

Bhavnagar News - બોટાદમાં જાનૈયાઓની ટ્રક બ્રીજ નીચે ખાબકતાં 25થી વધુના મોત

બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈ જતી ટ્રક નદીના બ્રીજ નીચે ખાબકીને પલટી મારી જતાં મોટી ...

news

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, તાલુકા પ્રમુખ-ઉપપ્રમુખના રાજીનામાં

ગત વિધાનસભામાં કોંગ્રેસ ફરી બેઠી તો થઇ પરંતુ પોતાના આંતરિક જૂથવાદ પાર્ટી માટે માથાનો ...

news

China Defence Budget - ચીને વધાર્યુ રક્ષા બજેટ, ટારગેટ પર કોણ ભારત કે અમેરિકા ?

આવનારા વર્ષ માટે ચીને પોતાના રક્ષા બજેટની જાહેરાત કરી દીધી છે. તે પોતાના મિલિટ્રી પર 1.11 ...

Widgets Magazine