પ્રવિણ તોગડિયાનો એન્કાઉન્ટરની આશંકાના બે મહિના બાદ અકસ્માત થતાં આબાદ બચાવ

બુધવાર, 7 માર્ચ 2018 (14:11 IST)

Widgets Magazine
news of gujarat


વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ તોગડીયાની કારનો બુધવારે અકસ્માત થયો હતો. ટ્રેલરે ટક્કર મારતાં સર્જાયેલા એક્સિડન્ટમાં પ્રવિણ તોગડીયાનો આબાદ બચાવ થયો હતો. અને કોઈ ઈજા જાનહાનિ થઈ  નહોતી. જો કે પ્રવિણ તોગડીયાએ અગાઉ પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે એક્સિડન્ટને પગલે તોગડીયાએ પોતાની સુરક્ષામાં છીંડા હોવાનું કહ્યું હતું.
news of gujarat

પ્રવિણ તોગડીયા વડોદરાથી પોતાની ઝેડ પ્લસ સુરક્ષા સાથે સુરતના સચિન વિસ્તારમાં શ્રી હરી કોમ્પલેકસમાં સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કામરેજ નજીક મનીષા હોટલ પાસે ટ્રેલરની ટક્કરથી પ્રવિણ તોગડીયાની સ્કોર્પિયો કાર અથડાઈ હતી. જેમાં કારને નુકસાન થયું હતું. જ્યારે પ્રવિણ તોગડીયાનો આબાદ બચાવ થયો હતો. પોલીસ દ્વારા તેમને અન્ય કાર મારફતે સુરત ખસેડવામાં આવ્યાં હતાં. પ્રવિણ તોગડીયાએ જણાવ્યું હતું કે, મારી સુરક્ષા સાથે છીંડા કરવામાં આવ્યાં છે. મને યોગ્ય સુરક્ષા આપવામાં આવી નથી. ડ્રાઈવરે ટ્રક રોકી નહોતી. જ્યારે મેં જ ડ્રાઈવરને પકડાવી દીધો છે. અને એસપીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી લીધી છે. ત્યારે આ ઘટનાની યોગ્ય તપાસ થાય તેવી મારી માંગ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

૮ માર્ચે જન્મેલી દીકરીને ગુજરાત સરકાર પાંચ ગ્રામ ચાંદીનો સિક્કો આપશે

'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' ૮ માર્ચે છે ત્યારે તેની ઉજવણી અંતર્ગત મહિલા શક્તિને વધાવવા અને ...

news

કચ્છની ખારેકમાંથી હવે વાઈન બનશે, ૯૦,૦૦૦ લિટર વાઈન તૈયાર, ખેડૂતોએ આબુ રોડ પર વાઈનરી સ્થાપી

કચ્છમાં ઉગતી ખારેકમાંથી બનેલો ૯૦,૦૦૦ લિટર ડેટ વાઈન થોડા સમયમાં બજારમાં જોવા મળશે. ખારેકના ...

news

Women Day 2018 - આ વર્ષે મહિલા દિવસની થીમ છે #PressForProgress

મહિલા દિવસ મતલબ મહિલાઓની આર્થિક રાજનીતિક અને સામાજીક સફળતાઓનો ઉત્સવ મનાવવાનો દિવસ. આ ...

news

શ્રીલંકા - સાંપ્રદાયિક હિંસા પછી આખા દેશમાં 10 દિવસની ઈમરજેંસી

શ્રીલંકાના કૈંડી જીલ્લામાં બે વિશેષ સમુહ વચ્ચે હિંસાના એક દિવસ પછી સાંપ્રદાયિક હિંસા પર ...

Widgets Magazine