શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 માર્ચ 2018 (12:04 IST)

ગુજરાતમાં 4.72 કરોડ ચો.મી. ગૌચરની જમીનો પર માફિયાઓનાં દબાણો

ચૂંટણી ટાણે ગાયોનુ રાજકારણ ખેલીને ખોબલે ખોબલે મતો મેળવનાર ભાજપના રાજમાં હવે ગાયો માટે ગૌચર જ રહ્યુ છે. પશુઓને ચરવા ક્યાં જવુ તે પ્રશ્ન સર્જાયો છે કેમ કે,માફિયાઓએ હજારો હેક્ટર ગૌચરની જમીનો પર દબાણો કર્યાં છે અને સરકાર આ દબાણો દૂર કરવા કોઇ નક્કર પગલાં ભરતી નથી. ખુદ સરકાર જ કહે છેકે, ગુજરાતમાં ૪,૭૨,૫૯,૨૦૩ ગૌચરની જમીનો પર દબાણો કરાયા છે. ગુજરાતમાં હવે પશુઓ માટે ચરિયાણ રહ્યુ જ નથી.ગૌચરની જમીનો પર દબાણો થવા માંડયા છે. સરકારે વિધાનસભામાં કબુલ્યુ કે, રાજ્યના ૩૧ જીલ્લાઓમાં ગૌચરની જમીનો પર દબાણો થયા છે. એટલુ જ નહીં, ગીર અભ્યારણ પણ દબાણોથી બાકાત રહી શક્યુ નથી.ગીરમાં ય ૫૭.૫૩ હેક્ટર જમીનમાં દબાણો થયા છે. ધાર્મિક જગ્યા માટે ૧.૩૬ હેક્ટર જયારે ૫૬.૧ હેક્ટર ખેતીની જમીનોમાં દબાણો થયા છે. ત્રણ દાયકા જેટલો સમય વિત્યા છતાંય સરકારે આ દબાણો દૂર કરવા કોઇ પ્રયત્નો જ કર્યા નથી. ભાવનગરમાં ૪૯.૯૬ લાખ ચો.મી,પાટણમાં ૨૬.૮૧ લાખ,મહેસાણામાં ૪૩.૬૦ લાખ, રાજકોટમાં ૧૭.૫૦ લાખ,ગીર સોમનાથમાં ૪૧.૪૯ લાખ,અમદાવાદમાં ૧૩.૩૫ લાખ, જૂનાગઢમાં ૧૨.૬૯ લાખ ચો.મીમાં દબાણો થયા હોવાનુ સરકારે જણાવ્યુ છે. ગૌચરની જમીનો ઘટી રહી છે,બીજી તરફ,પશુઓની સંખ્યા વધી રહી છે પરિણામે પશુઓના ચરિયાણનો પ્રશ્ન દિનપ્રતિદીન વિકટ બની રહ્યો છે. પાણીની સાથે ચારાના અભાવે પશુઓના જીવનનિર્વાહની સમસ્યા સર્જાઇ છે. પશુઓ પ્રત્યેની સંવેદનશિલતાનો ડોળ કરનારી સરકાર હવે પશુઓના ચરિયાણ માટે ચિંતિત નથી. ગૌચરની જમીનોમાં દબાણો થયા છે.