Porbandar - પોરબંદરના રાણાવાવમાં બે જૂથો વચ્ચેની અથડામણમાં ભાજપના નગરસેવકની હત્યા

porbandar
Last Modified સોમવાર, 16 એપ્રિલ 2018 (12:53 IST)

પોરબંદરના રાણાવાવમાં
સોમવારે બે જૂથ વચ્ચે અથડામણ થતા પાલિકાના ભાજપના નગર સેવક અને ભાજપના કાર્યકરની હત્યા થઇ છે. બેવડી હત્યાને લઇને મેર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટનાને લઇને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ ચૂસ્ત બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાપ્ત વિગત મુજબ રાણવાવ નગરપાલિકાની ગત ચૂંટણીમાં જૂના મનદુખને લઇને બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ ખેલાયું હતું. જેમાં પાલિકાના નગર સેવક હાજા વિરમ ખુંટી અને ભાજપના કાર્યકર કાના ભૂરા કડછાની હત્યા કરવામાં આવી હતી. સામે પક્ષે ત્રણ શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા નગરસેવક હાજા વિરમ ખુંટીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કાના કડછાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. હાજા ખુંટી ગત નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટાઇ આવ્યા હતા. આ ઘટનામાં કાના કડછાની પત્ની ગીતાબેન અને તેના પુત્ર કરણને ઇજા પહોંચતા બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે પણ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો :