ગુજરાત પોલીસનું ‘મોબાઇલ ગર્વનન્સ’ : 68 લાખ ગુન્હેગારોનો ડેટા હવે આંગળીના ટેરવે

સોમવાર, 16 એપ્રિલ 2018 (17:42 IST)

Widgets Magazine
police gujarat


ગુજરાત પોલીસની ક્ષેત્રે નવતર પહેલ થવા જઇ રહી છે. રાજ્યના દરેક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, દરેક તપાસ અધિકારી, પી.સી.આર. વેન અને પાસપોર્ટ વેરીફીકેશન સાંભળતા પોલીસ કર્મચારીઓને પોકેટ કોપ પ્રોજેક્ટ અન્વયે 4900 સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે અપાશે.

આ પોકેટ કોપનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગૃહમંત્રી પ્રદિ૫સિંહ જાડેજાની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું. અત્યાર સુધી કોમ્પ્યુટરમાં જ રહેતો ડેટા હવે પોકેટ કોપ પ્રોજેક્ટ અંતર્ગત મોબાઈલ સ્માર્ટ ફોનમાં આંગળીના ટેરવે મળતો થશે. એટલે કે પોલીસની ઓનલાઇન રખાતી તમામ વિગતો હવે આ પોલીસ કર્મચારીઓ ગમે ત્યાં મેળવી શકશે.

આ સ્માર્ટ મોબાઈલ ફોનમાં 4 એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. તેમાં પાસપોર્ટ વેરીફીકેશન, ગુન્હેગાર શોધ, ખોવાયેલી વ્યક્તિ ની શોધ, વાહન શોધનો સમાવેશ થાય છે. ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યમાં પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે હવે આ પોકેટ કોપનું રાજ્યવ્યાપી અમલીકરણ થશે.

નવી ભરતીમાં નવા કર્મચારીઓ ટેકનોલોજીના જાણકાર છે. ગુજરાતમાં આગામી 3 મહિનામાં તમામ જિલ્લાને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરી દેવાશે. આ તકે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,  હવે પોલીસ કર્મીઓને મોબાઈલમાં 68 લાખ જેટલા ગુન્હેગારોની માહિતી સહિતનો ડેટા બેઇઝ ઉપલબ્ધ થવાથી કાર્યદક્ષતા વધશે અને ગુન્હેગારોની હિંમત તૂટી જશે. તથા ગુજરાત સલામતી સુરક્ષામાં શિરમોર બનશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પ્રવિણ તોગડિયાના સમર્થનમાં હોદ્દેદારો સહિત ૬૨ પ્રખંડના કાર્યકર્તાઓનાં વીએચપીમાંથી રાજીનામાં

વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયા જૂથની મોદી સામેના પ્રોક્સીવોરમાં કારમી હાર બાદ ડો. ...

news

5000ની વસતી વચ્ચે ફક્ત એક જ બોર ! પાણી માટે લોકોની લાંબી લાઈન લાગે છે.

ગુજરાતમાં ઉનાળો આકરા પાણીએ છે ત્યારે ઉનાળાની શરૂઆત પહેલાં જ લોકોને પાણીની હાંલાકી પડવા ...

news

સસ્તા અનાજની દુકાનમાં કોંગ્રેસનો દરોડો, અનાજમાંથી મરેલો ઉંદર નિકળતાં કલેકટરના ટેબલ પર ઢગલો કર્યો

રાજકોટ શહેરના ઘાંચીવાડમાં સસ્તા અનાજની દુકાનમાં કોંગ્રેસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ...

news

ઈ-મેમોની શરૂઆત - પહેલા જ દિવસે 1000 ઇ-મેમો ફટકારાયા

ઇ-મેમો ફરી શરૂ થતાં જ રવિવારની રજામાં ઓછા ટ્રાફિક વચ્ચે પણ લોકોમાં સ્વયંશિસ્તના દર્શન થવા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine