દાહોદમાંથી ઝડપાયા રદ થયેલી 500 અને 1000ની નોટો, પોલીસે 14.80 લાખની આ નોટો સાથે બે યુવકોની ધરપકડ કરી

બુધવાર, 16 મે 2018 (13:08 IST)

Widgets Magazine
dahod news


શહેરમાં યુવક રદ્દ થઇ ગયેલી 1000 અને 500ના દરની નોટો લઇને ફરતો હોવાની બાતમી આર.આર સેલના પીએસઆઇ એ.એ ચૌધરીને મળી હતી. તેના આધારે સાંજના સમયે તાલુકા પ્રાથમિક શાળા પાસે વોચ ગોઠવતાં જ્યુપીટર મોપેડ લઇને આવેલા બાવકા ગામના નવાપુરા ફળિયાનો મૂળ વતની અને હાલ દાહોદ શહેરની જીવનદીપ સોસાયટીમાં રહેતાં હેમંતકુમાર દીપસિંહ ગોહિલને શંકાના આધારે રોકવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન જ્યુપીટરની ડેકીમાંથી પોલીસે  1000ના દરની 885 અને 500ના દરની 1190 નોટો મળી આવી હતી. 1000ની 885000 અને 500ની 59500 રૂપિયા મળીને કુલ 14.80 લાખ રૂપિયાની નોટો કબજે લેવામાં આવી હતી. નોટો ક્યાંથી લાવ્યો હોવાની પુછપરછ કરતાં તે અભલોડ ગામના ધોળાદાંતા ફળિયામાં રહેતાં નવલસિંહ સોમજી ભાભોર અને અભલોડના જ લીંબુ ફળિયામાં રહેતાં રમેશ મગન પરમારે આપી હોવાનું જણાવ્યું હતું. જેથી આર.આર સેલે દાહોદ એલસીબીની મદદ લઇને આ બંને યુવકોની પણ ધરપકડ કરી હતી.  નોટો સાથે જ્યુપીટર મોપેડ અને ત્રણ મોબાઇલ કબજે લેવામાં આવ્યા હતાં. આર.આર સેલ દ્વારા ત્રણે યુવકો અને નોટો ને શહેર પોલીસે ને સોંપી દેતાં શહેર પોલીસે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દાહોદ 500 અને 1000ની નોટ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Gujarati News Business News Live News Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

શા માટે મલ્લિકા શેરાવત પાંજરામાં કેદ થઈ ?

હવે બોલિવૂડમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પર તમામ હેડલાઇન્સ રાખ્યા છે. એક બાજુ, જ્યાં બૉલીવુડ ...

news

LIVE: કર્ણાટકમાં ધારાસભ્યોની બોલબાલા, કોંગ્રેસે રિઝોર્ટમાં બુક કરાવ્યા 120 રૂમ

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે પણ હજુ પણ સરકાર કોણી બનશે એ સ્પષ્ટ થયુ ...

news

નિર્માણાધીન ઓવરબ્રીજનો બીમ પડી જતા 18 લોકોના મોત, PM અને CM એ દુ:ખ વ્યક્ત કર્યુ

વારાણસીમાં સ્ટેશન સામે બની રહેલ ફ્લાય ઓવરના બે બીમ પડી જતા 18 લોકોના મોત થઈ ગયા છે. બીમ ...

news

રાજકોટમાં બનાવટી ચાની ભૂકી બનાવવાનું કારસ્તાન ઝડપાયું

તાજેતરમાં જ રાજકોટમાંથી બનાવટી ચાની ભૂકી બનાવી બજારમાં વેચતી પેઢીનો પર્દાફાશ કરાયો છે. આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine