શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 જુલાઈ 2019 (17:34 IST)

ડાંગના જંગલમાં હેલિકોપ્ટર ધડાકાભેર તૂટી પડયું હોવાની ઘટના વાયરલ

ડાંગ જિલ્લાના બરડીપાડાગામ પાસે આવેલા જંગલમાં બુધવારે એક હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટના બની છે. હેલિકોપ્ટરનો કચ્ચરઘાણ વળી ગયો છે. જો કે હેલિકોપ્ટર કોનું હતું ?  કે કોઇ જાનહાની થઇ છે કે નહીં તેની માહિતી તાત્કાલિક મળી નથી. પણ  મોટો ધડાકો થવાને કારણે ગામના લોકો પહોંચ્યા ત્યારે હેલિકોપ્ટર તૂટી પડવાનો અવાજ હોવાનું જણાયું હતું.

તાપી અને ડાંગની બોર્ડર પર આવેલા જંગલમાં બુધવારે બપોરે ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો. જાણવા મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાના બરડીપાડાના જંગલમાં હેલિકોપ્ટર તૂટી પડયું છે. હેલિકોપ્ટરનો કચ્ચરઘાણ વળી ગયો છે.તાપીના આરએફઓ આનંદકુમારે જણાવ્યું હતું કે, અમે જંગલમાં તપાસ કરવાની સાથે સાથે સુરત એર કેન્ટ્રોલમાં પણ તપાસ કરી હતી. જો કે, ત્યાંથી છેલ્લા બે દિવસથી કોઈ જ હેલિકોપ્ટર આ બાજુ ન ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વાયરલ તસવીરો વધુ ન ફેલાવવા પણ અમે અપીલ કરી રહ્યા હોવાનું આનંદકુમારે વધુમાં ઉમેર્યું હતું.ડાંગના આરએફઓ અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે, ડાંગના જંગલમાં હેલિકોપ્ટર તૂટી પડ્યાના વાયરલ થયેલા ફોટોને લઈને ડાંગના સમગ્ર જંગલમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, આવું કશું જ જાણવા કે જોવા મળ્યું નથી.