બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જુલાઈ 2017 (16:52 IST)

Fashion Editના સ્થાપક અદિતી પારેખ અને એશિની પટેલે પ્રથમ લક્લ ક્યુરેશન - ફેશન એડીટ અંગે ચર્ચા કરી

ફેશન સામાજિક, આર્થિક, રાજકીય અને કલ્ચરલ પરિવર્તનોનું પ્રતિબિંબ છે. તે આધુનિકતા, સમયાનુસાર સ્પિરિટનું પ્રતીક છે એમ ફેશન એડીટના સ્થાપક અદિતી પારેખ જણાવે છે. તેઓ યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષા પણ છે જેમણે સમાજમાં ધરખમ પરિવર્તન માટે સતત પ્રયાસો કર્યા છે.

અશિની પટેલે કહ્યું હતું, ‘ફેશન એડીટ ગ્રાહક અને ડિઝાઈનર્સ વચ્ચે એક કેટેલિસ્ટની જેમ કાર્ય કરે છે અને તેની સ્થાપના તેમની પ્રોડક્ટ્‌સને વિશાળ ગ્રૂપમાં પ્રમોટ કરવાના પ્લેટફોર્મ તરીકે થઈ છે જે ગ્રૂપને પ્રોડક્ટ કે સર્વિસીઝની જાણકારી હોતી નથી અથવા તો ઓછી હોય છે તેમના માટે તે ઉપયોગી નીવડે છે.’

તેની સ્થાપના અદિતી પારેખ અને અશિની પટેલ દ્વારા સમાજના ધબકારને સ્થાપિત કરવાના વિઝનથી થઈ છે. જે માત્ર ડેમોગ્રાફિક રીતે નહીં પણ સાયકોગ્રાફિક રીતે કરાઈ છે. આ માત્ર કોઈ મોટી પ્રતિભાશાળી વ્યક્તિ માટે નહીં પણ નવોદિત પ્રતિભાશાળી લોકો માટે પણ છે.

અદિતી કહે છે, ‘અમે ફેશન ક્રાંતિ લાવવા માગીએ છીએ કે જે લોકોને એકસાથે લાવવા સેવા પૂરી પાડે. તેઓ ચર્ચા કરી શકે. આપણી ભારતીય પરંપરાઓ અને આધુનિકતાના સમન્વયને સાથે રાખીને કે જેમાં તે વધુ સાનુકૂળતા અનુભવી શકે છે. આજના યુવાનોને લખનવી, પારસી, બનારસી વણાટની ખાસ જાણકારી હોતી નથી. તેઓ એ ક્રિએશનને માત્ર એટલું કહીને અવગણી દે છે કે તે તો મોટી વયની મહિલાઓ માટે છે.
સમાજ તરીકે, આપણે શક્ય પરિવર્તનની ચર્ચાની જરૂર છે. તે લોકોને સમગ્ર સિસ્ટમમાં સાથે રાખવાનો પડકાર છે કેમકે બ્રાન્ડ તરીકે, જે પછી નાની હોય કે મોટી, ગ્રાહકો હોય કે નિર્માતા, દરેકે તેમાં પોતાનું યોગદાન આપવાનું  હોય છે. મનઃસ્થિતિ બદલવાની વાત છે જેથી ઉત્તમ પ્રોડક્ટ અને સિસ્ટમનું પુનઃસ્થાપિત કરી શકાય જે ક્ષેત્ર પ્રમાણે કોલોબ્રેશનની આવશ્યકતા ધરાવે છે.


ફેશન એડીટ અમદાવાદનું પ્રથમ ક્યુરેશન છે જે ૧૪ જુલાઈ, ૨૦૧૭ના રોજ યોજાયું જેનું ઉદ્‌ઘાટન માનનીય મહારાણી રાધિકા રાજેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક ભવ્ય લક્ઝરી એક્ઝિબિશન હતું. જેઓ લક્ઝરીને એકદમ સરળતાથી વ્યાખ્યાયિત કરી શકે છે.

અદિતી કહે છે,‘જ્યારે હું દિલ્હીથી અહીં ૮ વર્ષ પહેલા આવી, મારી સામે ફેશન બ્રાન્ડ અને લાઈફસ્ટાઈલના કન્સેપ્ટ્‌સ મર્યાદિત હતા. અને તેના કારણે જ મને વિચાર આવ્યો, મારે કંઈક તો આ માટે કરવું જાઈએ. અમદાવાદમાં આ  અવકાશ પૂરવા માટે મેં નક્કી કર્યું કે તમામ ફેશન અને લાઈફસ્ટાઈલને કનેક્ટ કરવાનો વિચાર આવ્યો અને અનેક ઈવેન્ટ્‌સનું આયોજન કર્યું કે જે સામાજિક મુદ્દાઓને સ્પર્શે કે જેથી મહિલાઓને સર્વાંગી રીતે સશક્ત બનાવે, મહિલાઓમાં પરિવર્તન આવે તેમની વિચારધારામાં પરિવર્તન આવે કે જેની સમાજ પર હકારાત્મક અસરો પડી શકે.અદિતી બિઝનેસ મેનેજમેન્ટ ડિગ્રી ફોરે સ્કુલ ઓફ મેનેજમેન્ટમાંથી ધરાવે છે. તે આઈએટીએમાંથી તાલીમ પ્રાપ્ત વ્યક્તિ છે અને તેઓએ ૧૨ વર્ષથી ડ્રાઈ પોટ્‌ર્સ અને હોટેલ્સમાં સંચાલન કરેલું છે, ત્યારબાદ તેમણે ફેશન અને લાઈફસ્ટાઈલ બિઝનેસમાં ઝંપલાવ્યું છે જેથી આ નવીનતમ કન્સેપ્ટ્‌સ અમદાવાદમાં પણ લાવી શકાય. જે એક પુરૂષોની દુનિયામાંથી મહિલાઓની દુનિયા તરફની ગતિ છે. તેઓ એક ફાઉન્ડેશન કે જે નબળા વર્ગની મહિલાઓ અને બાળકોનાં કલ્યાણ પર લક્ષ આપતા ફાઉન્ડેશન સક્ષમ પર કાર્યરત છે. મહિલા ઉદ્યોગસાહસિકતાને લક્ષમાં રાખીને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાની તેમાં કાર્યનીતિ રાખવામાં આવી છે. બીજીતરફ અશિની પટેલે એક એવા મહિલા છે જેમણે પોતાના અંદાજથી જીવન જીવ્યું છે અને તેઓ પોતાના સિદ્ધાંતો ધરાવે છે. એચઆર અને એડમીનની તેમની કુશળતા પ્રશંસનીય છે અને તેઓ થાર ડ્રાય પોર્ટ-અમદાવાદના એચઆર એન્ડ એડમિન હેડ છે.