જાણો કૌભાંડી નિરવ મોદીની ગુજરાત કનેક્શનની જાણી અજાણી વાતો

શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (16:30 IST)

Widgets Magazine


લગભગ 12,000 કરોડનું કૌભાંડ આચરનાર હીરા કારોબારી નિરવ મોદીનો પરિવાર ગુજરાતના પાલનપુરનો છે. નિરવના પિતા પીયૂષ બહુ પહેલા પરિવાર સાથે બેલ્જિયમમાં સેટ થઈ ગયા હતાં. કેટલાક અહેવાલો મુજબ નિરવના દાદા પાલનપુરમાં જ એક મકાનમાં રહેતા હતાં અને દાદી પાપડ વેચતી હતી.


નિરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. નિરવની પત્ની એમી પાસે અમેરિકી નાગરિકતા છે.  પાલનપુરના ઢાળવાસની સાંકડી ગલીઓમાં નિરવ મોદીના દાદા મફતલાલ મોદી રહેતા હતાં. તે મકાન હાલ દુકાનમાં ફેરવાઈ ગયું છે. પરંતુ પહેલા નીચે દુકાન અને ઉપરના માળે પરિવાર સાથે રહેતા હતાં. આ મકાનની બાજુમાં એક પુરાણું મકાન આવેલું છે. આ મકાન પણ તેમનું જ હતું.

પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટને જમીન દાન આપનાર એક બહેને ભેટમાં આપ્યું હતું. વિસ્તારના લોકો તો જો કે આજે પણ તેમને યાદ કરતા કહે છે કે મફતલાલ મોદી મિલનસાર સ્વભાવના હતાં. દાદા પાલનપુરમાં મહેતાજીનો વ્યવસાય કરતા હતાં. નિરવના પિતા પિયૂષભાઈ હીરાબજારનું કામ કરતા હતાં. પાલનપુરમાં જ નિરવનો જન્મ થયો હતો ઢાળવાસની ગલીઓમાં બાળપણ વિત્યું. પરંતુ ત્યારબાદ પિતા બેલ્જિયમના એન્ટવર્પમાં વસી ગયાં. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મળો આ ભરૃચના પીએચડી પ્રોફેસરને તેઓ સવારે ભણાવે છે અને સાંજે લારી પર પકોડા તળે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પકોડા વેચવાના કામને પણ રોજગારી ગણાવી ...

news

વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ બનશે

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ ...

news

ડાકોર મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી પર સેવકોનો હૂમલો, મંદિરનો વિવાદ ચરમસીમાએ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મેનેજર અને કેટલાંક સેવકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો ...

news

લોકોના રૂપિયે કૌભાંડીઓને જલસા અમદાવાદ PNBના લોન કૌભાંડના 110થી વધુ કેસ પડતર

પંજાબ નેશનલ બેંકનું મુંબઇ બ્રાન્ચનું 11,360 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે ...

Widgets Magazine