નિતિન પટેલની જીદ આગળ સૌરભ પટેલનું કદ ઘટ્યું

સોમવાર, 1 જાન્યુઆરી 2018 (12:07 IST)

Widgets Magazine
saurabh patel


ખાતાના વહેંચણીના મામલે ભાજપમાં આંતરિક ઘટરાગ બરાબર જામ્યો હતો ત્યારે પોતાનુ કદ વધ્યુ છે તેવા દેખાડા સાથે સૌરભ પટેલે નાણામંત્રી તરીકે શનિવારે પદભાર સંભાળ્યો હતો પણ રવિવારે બપોરે જ નાણાં મંત્રાલય છિનવી લેવાયુ હતું.સૌરભ પટેલને હવે માત્ર ઉર્જાવિભાગની જવાબદારી સુપરત કરવામાં આવી છે. ખાતાની વહેંચણી બાદ ભાજપમાં ઉભા થયેલાં ડખા ભલે અત્યારે શમ્યા હોય પણ અસંતોષની જવાળા ભભૂકેલી જ રહેશે તેમ રાજકીય પંડિતો માની રહ્યા છે. ભાજપ હાઇકમાન્ડ માટે કયા પટેલ મંત્રીને નાણાં મંત્રી બનાવવા તે પેચિદો પ્રશ્ન બન્યો હતો. શનિવારે એક તરફ,નિતીન પટેલે પાટીદારોને એકઠાં કરીને શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતાં તો,બીજી તરફ,સૌરભ પટેલે નાણામંત્રાલયનો પદભાર સંભાળી લીધો હતો.આજે જયારે ભાજપ હાઇકમાન્ડ નિતીન પટેલના પાટીદાર પાવર સામે ઝૂકી જતાં સૌરભ પટેલ પાસેથી નાણાં મંત્રાલય પરત લેવુ પડયુ હતું જેથી સૌરભ પટેલ જાણે એક દિન કા સિકંદર બની રહ્યાં હતાં. ભાજપ હાઇકમાન્ડે પણ એક પટેલ પાસેથી ખાતુ છિનવી બીજા પટેલને માનભેર નાણાં ખાતુ આપ્યુ હતું. આમ,સૌરભ પટેલ શનિવારે નાણાં મંત્રી બની રહ્યા હતાં જયારે રવિવારે ઉર્જા મંત્રી બન્યા હતાં. જોકે, આ ઘટનાને પગલે સૌરભ પટેલનુ કદ ઘટયુ છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ખાતાના ખટરાગ બાદ ભાજપના રાજકીય ડ્રામાનો અંત, નિતિન પટેલે આખરે પદભાર સંભાળ્યો

ગુજરાતમાં પાટીદાર પાવર સામે ભાજપ હાઇકમાન્ડ ઝૂક્વુ પડયુ અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ...

news

છેવટે નારાજ થયેલા નીતિન પટેલેને અમિત શાહે મનાવી લીધા, આજે ચાર્જ સંભાળશે

નારાજ થયેલા નાયબ મુખ્યમંત્રીને અંતે મનાવી લેવામાં આવ્યા છે. આજે સવારે નીતિન પટેલે પત્રકાર ...

news

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો, ચાર જવાન શહીદ

એક વાર ફરીથી નવા વર્ષનું સેલિબ્રેશન પાસે આવતા આતંકવાદીઓની નાપાક હરકત સામે આવી છે. ...

news

અમદાવાદમાં આજથી શરૂ થયો 'ફ્લાવર થો', જાણો તેના આકર્ષણો

અમદાવાદમાં આજથી 9મી જાન્યુઆરી 2018 સુધી વિશાળ જગ્યામાં મહાપાલિકા દ્વારા 6ઠ્ઠા ફલાવર શો ...

Widgets Magazine