શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 મે 2018 (12:35 IST)

ટેક્સ કલેક્શન સરકારનું લક્ષ્ય છે જો વેટ ઘટશે તો વિકાસ અટકશે - નીતિન પટેલ

ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે  કહ્યું કે, નીતિ આયોગની શું ભલામણ છે તેનો મને ખ્યાલ નથી પણ પેટ્રો પેદાશોના વેરા દ્વારા જ રાજ્યને સીધી આવક મળે છે. રાજ્યની આવકમાં તેનો ફાળો મોટો છે તેમાં ઘટાડો થશે તો તેની સીધી અસર રાજ્યના વિકાસ કાર્યો પર પડી શકે છે. માની લો વેટથી પહેલા કિંમત 60 રૂપિયા અને રાજ્યનો વેટ 20% છે. વેટની રકમ 12 રૂપિયા હશે. રિટેલ કિંમત 60+12 એટલે કે 72 રૂપિયા થઈ જશે.વેટ પહેલા કિંમત 65 રૂપિયા થઈ તો 20% દરે વેટ 13 રૂપિયા થઈ જશે. ત્યારે રિટેલ કિંમત 65+13 એટલે કે 78 રૂપિયા થઈ જશે.રેટ વધવાની સાથે વેટ ક્લેક્શન વધતો જશે. રાજ્યએ બજેટમાં ટેક્સ ક્લેક્શનનો જે લક્ષ્ય રાખ્યો હતો

વાસ્તવિક કલેક્શન તેનાથી વધારે હશે. સરકારે 2017-18ના બજેટમાં 12,27,014 કરોડ રૂ.ના ટેક્સ કલેક્શનનો લક્ષ્ય નક્કી કર્યો હતો. બાદમાં વધીને 12,69,454 કરોડ થઈ ગયો. એટલે કે 42,440 કરોડ રૂ. વધુ. નીતિ પંચના ઉપાધ્યક્ષ મુજબ 2018-19માં પણ ટેક્સથી આવતી રકમ લક્ષ્યથી વધુ હોઈ શકે છે. એટલા માટે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી શકાય છે. સરકાર કહે છે કે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ એક રૂપિયા ઘટાડતાં તેને 13,000 કરોડ રૂ.નું નુકસાન થશે. પરંતુ તેને વધારા ટેક્સ ક્લેક્શનથી એડજસ્ટ કરી શકાય છે.રાજ્ય સરકારને પેટ્રોલ-ડીઝલ, સીએનજી, પીએનજી પરના વેટ દ્વારા માતબર આવક થાય છે. 2016-17 અને એપ્રિલથી ડિસેમ્બર 2017 દરમિયાનના 21 મહિનામાં આ આવક 22,885 કરોડ પર પહોંચી હતી. સરકારને સૌથી વધુ આવક 14,297 કરોડ ડીઝલ પરના વેટમાંથી થઈ હતી. જ્યારે સૌથી ઓછી 669.33 કરોડની આવક સીએનજીમાંથી થઈ હતી. હાલમાં પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા વેટ અને 4 ટકા સેસ વસૂલવામાં આવે છે. જ્યારે પીએનજી અને સીએનજી પર 15 ટકા વેટ વસૂલવામાં આવે છે.