રવિન્દ્ર જાડેજાની ઔડીએ યુવતીને અડફેટે લીધી

શનિવાર, 28 જાન્યુઆરી 2017 (15:46 IST)

Widgets Magazine
ravindra jadeja


રવિન્દ્ર જાડેજાની ઔડી કારે આજે સવારે એક એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી હતી. ટીવી રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત જાડેજાના હોમટાઉન જામનગરમાં થયો હતો. જાડેજા પોતાના ઘરેથી બહાર નીકળ્યો હતો, ત્યારે જોગર્સ પાર્ક પાસે તેની કારે એક કોલેજ ગર્લને અડફેટે લીધી હતી. આ અકસ્માત બાદ જાડેજાએ તાત્કાલિક 108 બોલાવીને યુવતીને હોસ્પિટલ પહોંચાડી હતી. આ અકસ્માતમાં યુવતીને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેની હાલત પણ ખતરાની બહાર છે.અકસ્માતનો ભોગ બનનારી આ યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, યુવતીએ અકસ્માત કઈ રીતે થયો તે અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીઘો હતો, અને જાડેજાની પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા જાણવા મળી શકી નહોતી. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ પણ હજુ સુધી નોંધાઈ નથી. જામનગરના જોગર્સપાર્ક વિસ્તારમાં આવેલા પાર્ક કોલોની સોસાયટીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની સાથે કાર લઈને બહાર નીકળી રહ્યો હતો તે દરમિયાન મોપેડ પર જઈ રહેલી યુવતી ત્રીતી શર્મા અચાનક કાર સામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવતીને હાથે અને પગે ઈજા પહોંચી હતી. યુવતીને રવિન્દ્ર જાડેજા અને તેની પત્નીએ 108 મારફતે હોસ્પિટલ ખસેડી હતી. યુવતી વિદ્યાસાગર ઈન્ફોટેકમાં અભ્સયા કરી રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હવે કચ્છના BSF જવાનનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો

બીએસએફમાં ફરજ બજાવતા તેજબહાદુર નામના જવાને ભોજનની ગુણવત્તા અંગે કરેલાં સવાલોની વિડિયો ...

news

દેવગઢ ફેસ્ટીવલ” માં લાઈવ ફ્યુઝન સંગ જુમ્યું દેવગઢ બારિયા

નગરપાલિકા દેવગઢ બારિયા અને સુરક્ષા સેતુ સોસાયટી દાહોદ ના સહયોગ થી પાંચ દિવસ ની દબદબાભેર ...

news

ભાજપા સાથે ગઠબંધન કરીને 25 વર્ષ કર્યા બરબાદ - શિવસેના

મહારાષ્ટ્રમાં નગર નિગમની ચૂંટણીમાં એકલા ઉતરવાના નિર્ણય પછી શિવસેનાએ આજે ભાજપા પર જોરદાર ...

ભાજપા સાથે ગઠબંધન કરીને 25 વર્ષ કર્યા બરબાદ - શિવસેના

મહારાષ્ટ્રમાં નગર નિગમની ચૂંટણીમાં એકલા ઉતરવાના નિર્ણય પછી શિવસેનાએ આજે ભાજપા પર જોરદાર ...

Widgets Magazine