વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનું વિવાદાસ્પદ ટ્વીટ, સરદાર PM હોત તો RSS ન હોત

શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (11:23 IST)

Widgets Magazine
paresh dhanani


પરેશ ધાનાણીએ ટ્વીટર પર વિવાદાસ્પદ નિવેદન લખતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરતા લખ્યું કે, જો સરદાર પટેલ વડાપ્રધાન બન્યા હોત તો, આરએસએસ ના હોત, આરએસએસ ના હોત તો બીજેપી પણ ના હોત અને બીજેપી ના હોય તો નરેન્દ્ર મોદી પીએમ પણ ના હોત. સરદાર પીએમ ન બન્યા તે મુદ્દે દેશને અફસોસ છે. પરેશ ધાનાણીએ શું આડકતરી રીતે જવાહરલાલ નહેરૂ પર નિશાન સાધ્યું છે? પરેશ ધાનાણીના આ ટ્વીટ બાદ ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે.
બીજીબાજુ,  વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહીત અગિયાર કોંગી આગેવાનો આજે અમરેલીની ચીફ કોર્ટમાં હાજર રહ્યા હતા. અમરેલી શહેરમાં મોંઘવારીનું પુતળું જાહેરમાં બાળવા મુદ્દે નોંધાયેલ કેસમાં હવે કોર્ટ દ્વારા કોંગી નેતાઓને આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ ફરી કોર્ટમાં હાજર રહેવા મુદત આપવામાં આવી છે.એકાદ વર્ષ પહેલા અમરેલીમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ યોજાયેલ એક કાર્યક્રમમાં મોંઘવારીનું પુતળું બળવામાં આવ્યું હતું જે અનુસંધાને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી, બાબરાના ધારસભ્ય વીરજી ઠુમ્મર તેમજ અમરેલી પાલિકાના પ્રમુખ અલ્કાબેન ગોંડલિયા સહીત ૧૧ કોંગી આગેવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના અનુસંધાને આજે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહીત તમામ કોંગી આગેવાનો કોર્ટમાં હાજર રહ્યા હતા. ઈટીવી સાથે વાત કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર દ્વારા કિન્નાખોરીથી કરવામાં આવેલ ખોટા કેસમાં તેઓ નિર્દોષ સાબિત થશે. ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું તેમણે જણાવ્યું હતું. પરેશ ધાનાણીએ કહ્યું કે, સરકારની સુચનાથી પોલીસ દ્વારા આ પ્રકારના ખોટા કેસ ઉભા કરવામાં આવ્યા છે. અમને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા કિન્નાખોરી થી કરવામાં આવેલ આવા ખોટા કેસો સામે ન્યાયપાલિકા રક્ષણ આપશે તેવો સંપૂર્ણ વિશ્વાસ છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહીત તમામ અગિયાર કોંગી નેતાઓ આજે રેગ્યુલર તારીખમાં અમરેલીની ચીફ કોર્ટમાં હાજર રહ્યા હતા, પરતું કોર્ટ દ્વારા આગામી ૧૬ ફેબ્રુઆરીની ફરી મુદત આપવામાં આવતા કેસ વધુ લંબાયો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત સરકાર પાસેથી વેપારીઓ દ્વારા 1,250 કરોડના જીએસટી રિફંડની માંગ

રાજય સરકારને જીએસટી હેઠળ રિફંડ માટેની 8500 ઓનલાઈન એપ્લીકેશન મળી છે, અને રૂા.950 કરોડના ...

news

ગુજરાતના સૌથી મોટા બુટલેગરને ઝડપી પાડવામાં પોલીસ સફળ

ગુજરાત પોલીસને સૌથી મોટી સફળતા મળી છે. છેલ્લા કેટલાય સમયથી નાસતો-ફરતો બુટલેગર આખરે ઝડપાઈ ...

news

રાજકોટમા પાણીની તંગી થઈ તો સીએમનો રાજકોટ પ્રવેશ બંધ - વિપક્ષની ચીમકી

સૌરાષ્ટ્રના સહિત રાજકોટમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવા છતાં ઉનાળાની શરૂઆત પહેલા પાણીની ...

news

વડોદરાના વાલીએ પત્ર લખીને ડાકોરમાં ભગવાન રણછોડજીની મદદ માંગી

ફી મુદ્દે આંદોલન કરી રહેલા શૈશવ સ્કૂલના વાલીએ રણછોડજી પાસે મદદ માંગતો પત્ર લખ્યો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine