પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

colleges
Last Updated: શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (17:13 IST)

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નાણાંની ઉચાપત કરી હોવા બાબતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બાબુલાલ અંબાલાલ પ્રજાપતિએ પાટણ ખાતે નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુસાર પાટણના રહીશ પંકજકુમાર બચુભાઈ વેલાણીે તા. ૧૫-૧૦-૧૮ના રોજ  આપેલી અરજીમાં જણાવેલ કે જે તે  વખતમાં એમ.એસ.ડબલ્યુ. કોલેજ પાટણના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ કિરીટકુમાર ચીમનલાલ પટેલે વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬માં ભરતી પ્રક્રિયા કરી  તેના  આવક જાવકના હિસાબો રજુ કર્યા નથી અને મોટી રકમની ઉચાપત ખોટા દસ્તાવેજો બનાવીને કરી  હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે મનોજકુમાર ખોડીદાસ પટેલે પણ આક્ષેપ કરતી અરજી આપી છે.

 
જેમાં યુનિવર્સિટી કાર્યક્ષેત્ર હેઠળ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાોમાં ચાલતી સેલ્ફ ફાયનાન્સ કોલેજના સ્ટાફની ભરતી માટે દર વર્ષે એક સાથે  ઈન્ટરવ્યુ કરવામાં આવે છે અને યુનિવર્સિટીને મોટી આવક થાય છે. ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન એમ.એસ.ડબલ્યુ. કોલેજ દ્વારા ઈન્ટરવ્યુ યોજવા માટે મંજુરી માગવામાં આવેલી અને યુનિવર્સિટી દ્વારા મંજુરી આપવામાં આવી હતી.
આ ઈન્ટરવ્યુમાં જે આવક થયેલી તેનો હિસાબ એમ.એસ.ડબલ્યુ. દ્વારા  નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા યુનિવર્સિટીમાં રજુ કરવામાં આવી નથી અને મોટાપાયે નાણાંની ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરતી રજુઆત કરવામાં આવી હતી. આ બંને રજુઆતો બાબતે તથ્ય જણાતા યુનિવર્સિટીની કારોબારીમાં તા. ૨-૧૦-૧૮ના રોજ મુકવામાં આવેલી લાખ્ખો રૃપિયાના ગોટાળા બાબતે કીરીટ પટેલને નોટિસ આપી ખુલાસો પુછવામાં આવ્યો હતો. 
પરંતુ તેઓ હિસાબો બાબતે કોઈ જ ખુલાસો રજુ કર્યો નહતો અને યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાયનાન્સ કોલેજો પાસે માહિતી મંગાવતા ૧૯૩ કોલેજોએ માહિતી આપી હતી. જેમાં એમ.એસ.ડબલ્યુ. કોલેજના પ્રિન્સિપાલ કીરીટ પટેલને રૃા. ૮૨,૩૧,૫૮૪ (બ્યાસી લાખ  એકત્રીસ હજાર પાંચસો ચોર્યાસી) રોકડા ચુકવ્યા હતા.જ્યારે ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીની સેલ્ફ ફાયનાન્સ કોલેજની ભરતી પ્રક્રિયામાં ૨૫૦થી વધુ કોલેજોએ ભાગ લીધો હતો.
જેમાંથી ૧૯૩ કોલેજોએ ચુકવેલા નાણાંની માહિતી એકત્ર કરવામાં આવી હતી અને યુનિવર્સિટી દ્વારા ૨૨-૧૧-૧૮ના રોજ એમ.એસ.ડબલ્યુ.ને પત્ર  વર્ષ વાર હિસાબ માગવામાં આવ્યા પરંતુ એમ.એસ.ડબલ્યુ. દ્વારા એવા કોઈ જ હિસાબ બાબતે રેકર્ડ ન  હોવાનું જણાવવામાં આવ્યું હતું. સામુહિક ઈન્ટરવ્યુ ભરતી પ્રક્રિયાના ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીની આવક જાવકના કોઈ જ રેકર્ડ એમ.એસ.ડબલ્યુ. કોલેજ પાસે નથી અને જે તે વખતના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ કીરીટ પટેલે પોતાના અંગત ફાયદા માટે રેકર્ડ પોતાની પાસે રાખી લાખ્ખો રૃપિયાનો ગોટાળો  કર્યા છે.
આ સમગ્ર પ્રકરણની યોગ્ય તપાસ થાય  તો દ્વારા એક કરોડ ઉપરાંતની ઉચાપત કરી હોવાનું કૌભાંડ બહાર આવે તેવું ફરિયાદમાં જણાવ્યું હતું. પરંતુ આજે કુલપતિ દ્વારા ધારાસભ્ય કિરીટ પટેલ સામે નાણાંની ઉચાપત બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.


આ પણ વાંચો :