ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 જુલાઈ 2017 (16:54 IST)

‘પાવર ઓફ પાટીદાર’ ફિલ્મના નિર્માતાએ રાહુલ ગાંધીને કેમ પત્ર લખ્યો?

અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાવર ઓફ પાટીદાર નામની ફિલ્મ ફરીવાર ચર્ચામાં આવી છે. આ ફિલ્મમાં પાસ ના કન્વિનર હાર્દિક પટેલને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. સુરતના પ્રોડ્યુશરે ગુજરાતી ફિલ્મ પાવર ઓફ પાટીદાર ફિલ્મનું નિર્માણ કર્યું પણ બન્યું એવું કે આ ફિલ્મ રાજ્યની ભાજપા સરકાર રિલિઝ થવા દેતી નથી. આખરે આ ફિલ્મના પ્રોડ્યુશરે રાહુલ ગાંધીને પત્ર પાઠવી આ ફિલ્મ રિલિઝ થાય તે માટે મદદરૂપ બનવા રજૂઆત કરી છે.

ફિલ્મનું નિર્માણ કરનારા દીપક સોનીએ રાહુલ ગાંધીને પત્ર પાઠવી એવી રજૂઆત કરી કે મારા જીવનની તમામ મૂડી ખર્ચી મેં ગુજરાતી ફિલ્મ પાવર ઓફ પાટીદારનું નિર્માણ કર્યું છે. જેમાં પાટીદાર આંદોલનની સત્ય હકીકત રજૂ કરી છે. સેન્સર બોર્ડ પર સરકાર આ ફિલ્મ રિલિઝ નહીં થવા માટે દબાણ કરે છે. પત્રમાં તેમણે એક ચોંકાવનારી વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. ચૂંટણી નજીક હોવાથી સરકાર આ ફિલ્મ રિલિઝ થવા દેતી નથી. કારણ કે ભાજપને પોતાની વોટબેંક તૂટી જવાનો ડર છે તેમજ 2017ની ચૂંટણીમાં હારી જવાનો ડર છે. આવી સ્થિતિમાં વિપક્ષી નેતા હોવાના નાતે રાહુલ ગાંધીને આ મુદ્દે યોગ્ય મદદરૂપ બનવા તેમણે અપીલ કરી છે.