વડોદરા સ્ટેશન પર ફિલ્મના પ્રમોશનની ઘટનામાં શાહરુખખાન સામેની કાર્યવાહી પર સ્ટે

શુક્રવાર, 21 જુલાઈ 2017 (12:08 IST)

Widgets Magazine

વડોદરા રેલવે સ્ટેશન પર ધક્કામૂક્કીમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજવા અંગે  અભિનેતા  શાહરૃખખાન સામે કાર્યવાહી કરવા માટે વડોદરાની કોર્ટમાં થયેલી ફરિયાદ પર હાઇકોર્ટે સ્ટે ફરમાવ્યો છે અને વધુ સુનાવણી ૨૫ મી સપ્ટેમ્બરે યોજવાનું નક્કી કર્યું છે.  શાહરૃખખાન પોતાની માટે વડોદરા આવ્યો ત્યારે રેલવે સ્ટેશન પર થયેલી ધક્કામૂક્કીમાં એક વ્યક્તિનું હાર્ટએટેક આવવાથી મૃત્યુ નીપજ્યું હતું.

આ અંગે જીતેન્દ્ર સોલંકી નામના વ્યક્તિએ શાહરૃખખાનને જવાબદાર ગણીને તેની સામે કાર્યવાહી કરવા માટે વડોદરાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ રદ્દ કરવા માટે શાહરૃખખાને હાઇકોર્ટમાં પિટિશન કરી છે. આ પિટિશનની આજે પ્રાથમિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરાની કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવા સામે ગુજરાત હાઈકોર્ટે  સ્ટે ફરમાવ્યો છે. આ અગાઉ એક અરજીની તપાસમાં વડોદરા રેલવે પોલીસે શાહરૃખખાનને જવાબ લખાવવા માટે સમન્સ પાઠવ્યું હતું. તેની સામે પણ શાહરૃખખાને હાઇકોર્ટમાં અરજી કરી હતી અને હાઇકોર્ટે   કાર્યવાહી સામે સ્ટે ફરમાવેલો છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કોના કહેવાથી થયું

17મી જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટેની યોજાયેલ ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર મીરાકુમારને હરાવીને ...

news

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે બા રિટાયર થાય,બાપુ કયારેય રિટાયર નહીં થાય

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો આજે 77મો જન્મદિવસ છે. ત્યારે તેઓ આજે ...

news

ગુજરાતમાં ભાજપનું 150 સીટોનું સપનું સાકાર કરવું કપરુ બનશે

ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થાય તેમ છે. ભાજપના ...

news

આજે જન્મદિવસ પર Shankar Singh Vaghela શુ કોંગ્રેસ છોડવાનું એલાન કરશે ? સૌની નજર આજની તેમની પ્રેસ કોન્ફરેંસ પર

લાંબા સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકર સિંહ વાઘેલા આજે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine