‘રઈસ’ની અંધાધૂંધીઃ રેલવે ડીઆરએમના તપાસના આદેશ

મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (14:19 IST)

Widgets Magazine


ફિલ્મ ‘રઇસ’ના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી સુધી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચેલા શાહરુખ ખાનને જોવા હજારો ચાહકોની ભીડ ઊમટી હતી, જેમાં ધક્કામુક્કી દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે જીઆરપીના બે જવાનને પણ ઇજા થઇ હતી. આ ઘટના અંગે બરોડા ડિવિઝનના ડીએરએમએ આપ્યા છે. રેલવે અમિતકુમાર સિંઘે જણાવ્યું હતું કે શાહરુખ ખાનના કોચ આગળ ભીડ જમા થઇ ગઇ હતી. ટ્રેન ઉપડી તે સમયે પ્રશંસકો ટ્રેનની પાછળ દોડ્યા હતા, જેને જીઆરપી અને આરપીએફના જવાનોએ રોક્યા હતા. આ ધક્કામુક્કી દરમિયાન એક વ્યક્તિ બેભાન થઇ ગઇ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. હાર્ટએટેક દ્વારા તેનું મોત થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. જીઆરપીના બે જવાનો પણ બે‍ભાન થઇ ગયા હતા. ઘટના અંગે આરપીએફ અને જીઆરપી પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. બરોડા રેલવે પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે શાહરુખ ખાનનો કોચ પ્લેટફોર્મ પર સીડીના પગથિયાં પાસે જ હતો, જેના કારણે ભીડ વધુ જમા થઇ અને ધક્કામુક્કી થઇ હતી. રેલવેએ ૧૩ આરપીએફ અને એક એસઆરપીનો જ બંદોબસ્ત માગ્યો હતો. આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવા હોવાની જાણકારી પોલીસને ન હતી.ડીઆરએમએ વધુમાં જણાવ્યું હતું કે બે કલાક અગાઉ પ્લેટફોર્મ ટિકિટ આપવાનું બંધ કરી દેવાયું હતું છતાં પ્લેટફોર્મ પર લોકોની ભીડ ઊમટી હતી. ટ્રેનની પાછળ લોકો દોડ્યા બાદ આ ઘટના બની હતી. હાલમાં આ અંગે તપાસના આદેશો આપી દેવાયા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ફેસબુક પર 'બાપુ ફોર ગુજરાત CM'નું પેજ 'સાયબર વોર' માટે કોંગ્રેસ તૈયાર

ગુજરાતનાં ભુતપુર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજયમાં આવેલા રાજકીય ...

news

વિધાનસભાની ચૂંટણીમાં નોટબંધી નડવાનો ભાજપને ડર, સાંસદ, ધારાસભ્યને નોટબંધીની અસર જાણવા આદેશ કરાયો

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નોટબંધી ભાજપની જીતમાં રોડા સમાન સાબિત થઇ શકે છે. ખુદ ...

news

વડોદરા રેલવે સ્ટેશને ભાગદોડમાં મૃત્યુ પામેલા પ્રત્યે શાહરુખે દુઃખ વ્યક્ત કર્યુ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના આગમન સમયે ભીડમાં ગૂંગળાઇ જવાથી સમાજવાદી પાર્ટીના લઘુમતી ...

news

સપા-કોંગ્રેસ ગઠબંધન - પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લડી શકે છે 2019ની લોકસભા ચૂંટણી ?

ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીની દખલગીરી પછી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન પછી કોંગ્રેસમાં ...

Widgets Magazine