ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 જૂન 2017 (11:46 IST)

ગુજરાતમાં અ।ષાઢી માહોલ, રાજ્યના વિસ્તારોમાં મેઘસવારી (ફોટા)

શુક્રવારે મોડી રાતથી શહેરમાં ફરી વરસાદ જામવાની તથા સતત 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી આગામી ત્રણેક દિવસ સુધી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.રાજકોટમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળ્યું હતું. બાદમાં એકાએક મેઘસવારી આવી હતી અને ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ થયું છે. જેથી શહેરના રાજમાર્ગો પાણી પાણી થઇ ગયા છે.

કિસાન પરા ચોકથી કાલાવડ રોડ તરફ જતા રસ્તા પર એક ફૂટ જેટલા પાણી ભરાય ગયા હતા. રાજકોટમાં માત્ર 20 મિનિટમાં જ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.  રાજકોટ શહેર ઉપરાંત વાંકાનેરમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી વીજળી ગુલ થઇ જતા શહેરીજનો પરેશાન બની ગયા હતા. વાંકાનેરમાં ધોધમાર 15 એમએમ વરસાદ વરસ્યો હતો. તેમજ જસદણ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્રંબા, સરધારમાં પણ વરસાદ હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુરમાં ગઇકાલે સતત ત્રીજા દિવસે મેઘાએ અમી છાંટણા કરીને લોકોના દિલને નહાવા માટે લલચાવી દીધા હતા. પરંતુ વરસાદે પોતાની ઇનિંગ લાંબી નહોતી ચલાવી. સતત બે દિવસથી ગોંડલ, ધોરાજી, જેતપુર તેમજ જસદણના ગ્રામ્ય વિસ્તારો હળવી ભારે મેઘવર્ષાના સાક્ષી બની રહ્યા છે. કોટડાસાંગાણીના વાછરા-અિનડામાં અઢી ઈંચ અને આંબરડીમાં ઝાપટું પડી ગયું હતું.શનિવારે વહેલી સવાર અગાઉ રાત્રીના 3 વાગ્યાથી મુશળધાર વરસાદ પડ્યો હતો. 3 કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જેથી જનજીવન ભારે પ્રભાવીત થયું હતું. બીજી તરફ ગરનાળાઓમાં પાણી ભરતાં વાહનવ્યવહારને અસર થઈ હતી.

તો સામે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પહેલાં જ વરસાદમાં પોલ ખુલી ગઈ હતી.નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયાં હતાં. શહેરમાં મુશળધાર વરસાદથી  ઠેર ઠેર પાણી ભરાયા હતાં.  મોટા વરાછા, કતારગામ, નવસારી બજાર, રાંદેર, મોરા ભાગળ, સહિતના વિસ્તારોમાં 18 જેટલા ઝાડ પડ્યા હતાં. કતારગામમાં એક મકાન પર ઝાડ પડ્યું હોવાની ઘટના સામે આવી હતી. તો ઘાંચી શેરીમાં મીટર પેટીમાં ઇલેકટ્રીક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જેથી સમગ્ર રાત દરમિયાન ફાટર બ્રિગેડ દોડતું રહ્યું હતું.