શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 18 જુલાઈ 2018 (14:32 IST)

ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 8 દિવસમાં 40 ઈંચ, નદીઓ બની ગાંડીતૂર

Rain lashes south Gujarat
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી બાદ ચાલી રહેલ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ત્યારે ગીર સોમનાથ, સોરઠ, અમરેલી અને જામનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. 8 દિવસમાં 40 ઈંચ સુધી વરસેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની હતી જેના કારણે ત્રણ-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના સેંકડો ગામોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો ગ્રામજનો પૂરમાં અટવાયા છે, જેના કારણે અતિવૃષ્ટિથી ગ્રામજનો માટે ઉપર આભ અને નીચે પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે.
વરસાદને કારણે મંગળવારે વધુ ત્રણ નાગરીકોના મૃત્યુ નોંધાતા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રાજ્યમાં ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 30ને પાર થયાનું જાહેર કર્યુ છે. જેમાં વીજળી પડવાથી 10, પાણીમાં ડુબવાથી 11 અને અન્ય કારણોસર 9 એમ કુલ 30 નાગરીકોનો સમાવેશ થાય છે.
Rain lashes south Gujarat
ગીર, સોરઠ, ઘેડ કે રાજુલા, જાફરાબાદ પંથકના પૂરગ્રસ્ત ગામોમાં ફસાયેલા લોકોની મદદે કોઈ પહોંચતું નથી. આ ગામોમાં વીજ, ફોન અને એસટીની સેવા ઠપ્પ થઈ ગઈ છે. લોકોની ઘરવખરી પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. પૂરના પાણી ઓસરે અને કોઈ મદદે આવે તેની રાહ લોકો જૂએ છે.
Rain lashes south Gujarat
માણાવદરમાં આભ ફાટ્યું હોય તેમ 12 ઈંચ વરસાદથી સમગ્ર પંથક જળબંબાકારની સ્થિતિ બની ગઈ છે. 700થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તાલુકાના શેરડી ગામે 8 ઈંચ વરસાદથી નદીમાં પૂર આવ્યું હતું. આ જ રીતે કોડીનારમાં પણ વધુ 12 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ છે.
Rain lashes south Gujarat
રાજ્યમાં હાલ બે નેશનલ હાઈવે, 12 સ્ટેટ હાઈવે અને 202 પંચાયત હસ્તકના માર્ગો સહિત કુલ 229 રસ્તા બંધ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તેની તકેદારી માટે 13 જિલ્લામાં 48,244 ક્લોરિન ટેબલેટ, 3133 ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ છે.
Rain lashes south Gujarat