શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 જૂન 2017 (15:10 IST)

રાજકોટની 7 હજાર મહિલાઓએ સાયકલ રેલી યોજી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારી રહ્યાં છે ત્યારે શહેરની મહિલાઓ અલગ અલગ વિશ્વ રેકોર્ડ યોજી તેમનું આગવી રીતે સ્વાગત કરવા તત્પર છે.  રાજકોટ ભાજપ મહિલા મોરચો અને સ્વનિર્ભર શાળાઓના સંયુક્ત ઉપક્રમે બેટી બચાઓ , બેટી પઢાઓ અને સશક્ત ભારત બનાવાના નેજા હેઠળ 7000 જેટલી યુવતીઓએ સાયકલ રેલી યોજી હતી

. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, તેમજ મનપાના પદાધિકારીઓ દ્વારા આ રેલીને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ફ્લેગ ઓફ થયા બાદ અંદાજીત 5 કિલોમીટરની સાયકલ રેલી યોજવામાં આવી હતી. જેમાં યુવતીઓ "ફૂલ નહિ ચિનગારી હે , હમ ભારત કી નારી હે" નાં સુત્રો સાથે ઉત્સાહભેર સાયકલ ચલાવતી જોવા મળી હતી.