શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (14:42 IST)

નાણાં કમાવવા ખાનગી હોસ્પિટલો સિઝેરિયન પ્રસુતિ કરાવે છે: આઈએમનો અભ્યાસ: 1 વર્ષમાં 9 લાખ સિઝેરીયન ડિલીવરી

પૈસા ખાતર ખાનગી હોસ્પિટલો સામાન્ય પ્રસુતિના બદલે સિઝેરીયન ડિલીવરી કરાવવા આગ્રહ રાખે છે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદના એક અભ્યાસમાં જણાવાયું છે કે દેશની ખાનગી હોસ્પિટલોમાં 1 વર્ષમાં 70 લાખમાં 9 લાખથી વધુ અનિયોજીત સિઝેરીયન ડીલીવરી કરી હતી.આવી ડિલીવરી ટાળી શકાય તેમ હતી. આ કારણે લોકોના ગજવા પર કાતર ફરી હોવા ઉપરાંત નવજાતમાં મોડેથી સ્તનપાન, જન્મ સમયે ઓછું વજન અને શ્ર્વાસસંબંધી તકલીફો પણ થાય છે. હું મચ કેર? પ્રાઈવેટ હેલ્થ કેર સેકટર એન્ડ સર્જીકલ ઈન્વેસ્ટીગેશન ડયુરીંગ ચાઈલ્ડબર્થ ઈન ઈન્ડીયા’ શીર્ષક તળેના અભ્યાસમાં જણાવાયુંછે કે ખાનગી હોસ્પીટલો પ્રસુતિ માટે દાખલ થતી 13.5 થી 14% મહિલાઓને બિનઆયોજીત સિઝેરીયન ડિલીવરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડયું હતું. આ આંકડા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય (એનએફએચએસ)ના ચોથા તબકકાના સર્વેક્ષણ પર આધારીત છે. એ મુજબ 2015-16માં ખાનગી હોસ્પિટલોમાં 40.9% બાળકોનો જન્મ થયો હતો, જયારે સરકારી હોસ્પિટલોમાં આ આંકડો માત્ર 11.9 રહ્યો હતો.અભ્યાસમાં જણાવાયું છે કે ખાનગી હોસ્પિટલો નાણાકીય લાભ લેવાના ઈરાદે આવું કરે છે. જો કે એ સામે તેમણે દર્દીઓ પ્રતિ વધુ જવાબદારીભર્યું વલણ દાખવવું પડે છે.આઈઆઈએમ ફેકલ્ટી મેમ્બર અવરિશ ડાંગરે અને ડોકટરેટ વિદ્યાર્થી મિતુલ સુરાનાએ જણાવ્યું હતું કે જરૂરી હોય ત્યાં સીઝેરીયન પ્રસુતિની માતૃ અને પ્રસુતિ પુર્વ મૃત્યુદર સમેત કેટલીય આકસ્મિક ઘટનાઓ, બિમારીઓને રોકી શકાય છે, પણ બિનજરૂરી સિઝેરીયન ડિલીવરની માતા અને નવજાતના આરોગ્ય પર પ્રભાવ પડે છે.ખાનગી હોસ્પિટલો સામાન્ય પ્રસૂતિ માટે સરેરાશ 10,814 રૂપિયા લે છે. સિઝેરીયન માટે આ ખર્ચ વધુ 26,978 થાય છે.