અમદાવાદ પર મંડરાઈ રહ્યો છે પુરનો ખતરો, સાબરમતીમાં પાણીની સપાટી 133 મીટર પહોંચી

બુધવાર, 26 જુલાઈ 2017 (12:39 IST)

Widgets Magazine
sabarmati


રાજસ્થાનનાં દક્ષિણ ભાગમાં સર્જાયેલું લો પ્રેશર અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધીને મધ્ય રાજસ્થાનમાં સ્થિર થયું છે. જેને કારણે આગામી 24 કલાકમાં ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, ત્યારબાદ 27મી જુલાઇએ રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
sabarmati

ભારે વરસાદને લીધે એરપોર્ટ પર રન-વે ધોવાઇ ગયો હતો. આજે પણ શહેરમાં સવારથી જ ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત વરસાદ ચાલું છે. હજુ નીચાણવાલા વિસ્તારો પાણીમાં છે. આજે સતત ચાલું વરસદાને લીધે સાબરમતીના આગળના વિસ્તારોમાં પૂરનું જોખમ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અમદાવાદમાં બ્લ્યૂ સિગ્નલ જારી કરાયું છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 1,16,892 ક્યુસેક પાણી છોડવામાં આવતા રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનન્ટ પાણીમાં ગરકાવ થયો હતો. પાણીનું સ્તર 8 ફૂટ વધતા લોકો તમામ બ્રિજ પર ઉમટ્યા હતા. સતત પાણીની આવકને પગલે 1,43,000 ક્યુસેક પાણી વાસણા બેરેજના તમામ દરવાજા ખુલ્લા કરી નીચાણવાળા વિસ્તારોમાં છોડવામાં આવતા ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. 24 કલાક દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. સાબરમતીમાં પાણીની સપાટી 133 મીટર પહોંચી જતા પાણી બેક મારવાની સંભાવનાને પગલે મીઠાખળી અંડરપાસ અને રિવરફ્રન્ટના રોડ બંધ કરી દેવાયા હતા. અમદાવાદના ચંદ્રભાગામાંથી 300 લોકોનું અને જિલ્લામાંથી 5,682 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા. લાલ દરવાજા વિક્ટોરિયા ગાર્ડન પાસેના વસંતનગરમાંથી પણ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં વધુ 4 વ્યક્તિના મૃત્યુ સાથે કુલ આંક 13 થયો છે. ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી ધોળકા, સાણંદ, દસક્રોઈ સિટી, ધંધૂકા, બાવળા, અસલાલી, બાકરોલ, કણભા, વિવેકાનંદનગર, વાડજ અને દેત્રોજ સહિત 39 ગામોના લોકોને સ્થળાંતર કરાવાયું છે. ઉપરવાસમાં વરસાદ બંધ ન થાય તો સ્થિતિ વધુ વણસવાની શક્યતા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ પુરનો ખતરો સાબરમતી પાણીની સપાટી 133 મીટર પહોંચી

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Photos-ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા મોદીએ ગુજરાતની ક્ષમતા પર વિશ્વાસ બતાવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રરભાઇ મોદીએ ગુજરાતમાં અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તાઇરો માટે ભારત ...

news

નરેન્દ્રભાઇ મોદી વરસાદના સ્થિતિની સમીક્ષા કરવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા (see Photo)

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે વડાપ્રધાન ...

news

10 મોટી વાતો જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવે છે ખાસ

10 મોટી વાતો જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવે છે ખાસ

news

ચાર દિવસથી માઉંટ આબુમાં પડી રહ્યો છે મુશળધાર વરસાદ.. 60 કલાકમાં 64 ઈંચ... !!

રાજસ્થાનના એકમાત્ર પર્યટન સ્થળ માઉંટ આબૂમાં છેલ્લા 60 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અત્યાર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine