શું સાપ બિયર પી ગયો ? બિયરના ટીનમાં સાપનું મોઢું ફસાઈ ગયું, બાદમાં બચાવી લેવાયો

મંગળવાર, 4 જુલાઈ 2017 (09:39 IST)

Widgets Magazine
sanke in bear bottle


ગુજરાતમાં દારૂબંધી છે એના લીરેલીરા ઉડતા તો રોજ જોવા મળે છે. હાસ્યાસ્પદ બનેલી દારૂબંઘીમાં પણ કેટલીક એવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે જેનાથી હસવું રોકી શકાતું નથી. રસ્તામાં પડેલા કોઈ ટીન કે ડબ્બાને કોઈ ચોપગુ પ્રાણી ચાટે એમાં નવાઈ પામવા જેવી કોઈ વાત હોતી નથી. પણ જો સરીસૃપ ચાટે તો ચોક્કસ નવાઈ લાગે. સાબરકાંઠામાં સ્થિત સાબરડેરી નજીકના ખેતરમાં કોઈ બિયર પીને તેનું ટીન ફેંકી ગયું હતું અને આ દરમિયાન ખેતરમાં પસાર થતાં સાપનું મોઢું આ ટીનમાં ફસાઈ ગયું હતું. મોંઢું ફસાઈ જતાં સાંપ જાણે હાંફણો ફાંફણો થઈ ગયો હતો. આ ઘટનાની જાણ ડેરીની નજીકમાં આવેલ  કર્મયોગી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના નિકુલભાઈ શર્માને થતાં તેમણે ટીનમાંથી સાપનું મોઢું કાઢીને સાપને નવજીવન બક્ષ્યું હતું. આવી માનવતા ઉડીને આંખે વળગે એમ છે પણ દારૂબંધીનો કાયદો આવા બનાવોથી ખરેખર હાસ્યાસ્પદ બન્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સાપ બિયર પી ગયો ? બિયરના ટીન સાપનું મોઢું ફસાઈ ગયું ગુજરાતમાં દારૂબંધી

Loading comments ...

ગુજરાત સમાચાર

news

GSTના વિરોધમાં સુરતમાં વેપારીઓનો પત્થરમારો- પોલીસનો લાઠીચાર્જ, પોલીસનો વૃદ્ધ પર અત્યાચાર

સુરતમાં કાપડને જીએસટી મુક્ત કરવાની માગણી સાથે વેપારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. સરકારના ...

news

Heavy Rain in Ahmedabad - અમદાવાદમાં ભારે વરસાદ, શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી

રાજ્યભરમાં વરસાદની સાથે અમદાવાદમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટાં ...

news

Chinese Mediaએ આપી યુદ્ધની ચેતાવણી - ભારત નથી, તો ચીન પણ 1962વાળુ રહ્યુ નથી

સિક્કિમ સ્થિત ભારત-ચીન સીમા પર તનાવ સતત વધતો જઈ રહ્યો છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ...

news

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મોબાઈલ એપ લોન્ચ કરી

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપ્લીકેશનમાં ચાહકો તેમના વિશે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine