શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (14:42 IST)

મહાશિવરાત્રીના દિવસે સોમાનથ મંદિરમાં નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, પહેલી વખત બની આ વૈશ્વિક ઘટના

સોમનાથ મહાદેવ મંદિરના ગત વર્ષ 2019માં 18 કરોડ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કર્યા હતા. દેશ વિદેશથી 18 કરોડથી વધુ લોકોએ ઓનલાઈન દાદાના દર્શન કરતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સૌરાષ્ટ્રના પ્રમુખ શૈલેષ બારડ, ઉપપ્રમુખ ભાવનાબેન બારડે મનાથ ટ્રસ્ટને પ્રશંસાપત્ર અપાયું. આ દરમિયાન ટ્રસ્ટના જનરલ સેક્રેટરી પી.કે. લહેરી, જનરલ મેનેજર ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સોમનાથ મહાદેવ મંદિરના 2019 ના વર્ષમાં 18 કરોડ લોકોએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. 18 કરોડથી વધુ લોકોએ દર્શન કરતા સોમનાથ મંદિરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે, ગત વર્ષ 2019 મા સોમનાથ મંદિરના ઓનલાઈન 18 કરોડ જેટલા લોકોએ સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા.  સોમનાથ મહાદેવ મંદિરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસનું પ્રશંસાપત્ર આપવામા આવ્યુ હતુ. વલ્ડ બુક ઓફ રેકોર્ડના સૌરાષ્ટ્રના પ્રમુખ શૈલેષ બારડ તથા ઉપપ્રમુખ ભાવના બેન બારડ દ્ઘારા સોમનાથ ટ્રસ્ટને પ્રશંસાપત્ર અપાયુ હતુ. સોમનાથ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી પી.કે. લહેરી, જનરલ મેનેજર ચાવડા સાહેબ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્રા હતા.