જમ્મુ કાશ્મીરમા સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે ટોચના આતંકવાદીઓ ઠાર

શનિવાર, 14 ઑક્ટોબર 2017 (12:58 IST)

Widgets Magazine

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના સફાયાની સૈન્ય કાર્યવાહીમાં શનિવારે સવારે બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં લશ્કરનો ટોચનો કમાન્ડર વસીમ શાહ અને હાફિઝ નિસારને ઠાર મારવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, વસીમ શાહ લશ્કરનો ટોચનો કમાન્ડર હતો જે મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. નોંધનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં 171 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે
 
સુરક્ષા દળોને અગાઉથી એવી બાતમી મળી હતી કે પુલવામામાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા છે. ત્યારબાદ સેનાએ કાર્યવાહી શરૂ કરતાં એન્કાઉન્ટરનો આરંભ થયો હતો. લશ્કરે તોઈબાના કમાન્ડર વસીમ શાહ સેના અને પોલીસની યાદીમાં એ અથવા એ++ આતંકી હતો. આતંકીઓ પાસેથી એકે-47 રાયફલ, એકે-56 અને 6 એકે મેગઝીન મળી આવ્યા હતાં.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગૌરવ યાત્રાને જાકારો મળતાં ગુજરાતમાં ભાજપના કાર્યકરોનો ઉત્સાહ તૂટી ગયો

છેલ્લા બે વર્ષથી અને ખાસ કરીને છ મહિનાથી ભાજપ માટે પ્રથમ વખત ચૂંટણી જીતીને પોતાની ઈજ્જતને ...

news

હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ ત્રણેય એક મંચ પર બોલ્યા સરકાર હટાવીને રહીશું

આજતક ચેનલના એક કાર્યક્રમમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી એક ...

news

Top 10 Gujarati Samachar - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ (VVPAT)નો ઉપયોગ થવાનો છે, ...

news

ગુજરાતમાં ચૂંટણી ક્યારે ? 17 ઓક્ટોબર પછી થશે જાહેરાત ?

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુરૂવારે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી પણ ગુજરાતમાં ...

Widgets Magazine