ડોન લતિફનો દીકરો રઈસ ફિલ્મ સામેનો જંગ ઉગ્ર બનાવશે

son of latif don
Last Modified શનિવાર, 28 જાન્યુઆરી 2017 (17:03 IST)

શાહરુખની લેટેસ્ટ ફિલ્મ Raeesની સ્ટોરી અબ્દુલ લતીફ પર જ આધારિત હોવાનો દાવો કરાયો છે. અમદાવાદના એક સમયના ડોન લતિફના દીકરાએ આ ફિલ્મ જોયા બાદ દાવો કર્યો છે કે આ ફિલ્મ તેના પિતાના જીવન પર જ આધારિત છે.આ અગાઉ પણ લતિફના દીકરા મુસ્તાક શેખે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરીને આ ફિલ્મ તેના પિતાને ખરાબ ચિતરતી હોવાનો આક્ષેપ કર્યો હતો, અને શાહરુખ ખાન ઉપરાંત ફિલ્મના ડિરેક્ટર રાહુલ ધોળકિયા તેમજ ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય લોકો સામે 101 કરોડ રુપિયાનો દાવો માંડ્યો હતો. આ ફિલ્મ જોયા બાદ મુસ્તાક શેખે એક સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, કોર્ટે આ ફિલ્મ જોયા બાદ તે લતિફના જીવન પર આધારિત છે કે કેમ તે નક્કી કરશે. ફિલ્મ જોયા બાદ તેણે કાયદાકીય જંગ આગળ વધારવાનું નક્કી કર્યું હોવાનું પણ જણાવ્યું હતું.આ ફિલ્મની સ્ટોરીમાં પણ લતિફના જીવનમાં બનેલી ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે, અને અમુક સીન ઉમેરવામાં આવ્યા છે. ફિલ્મની સ્ટોરી ગુજરાતમાં દારુબંધીના કાયદા વચ્ચે કઈ રીતે લતિફ જેવો સામાન્ય નોકરી કરનારો વ્યક્તિ મોટો બુટલેગર બને છે અને તેમાંથી ડોન બને છે તે બતાવાયું છે. લતિફ દાઉદ ગેંગ સાથે સંકળાયેલો હોવાનું પણ ચર્ચાતું હતું. લતિફની 1995માં પોલીસે ધરપકડ કરી હતી, અને 1997માં તેનું પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે એન્કાઉન્ટર થયું હતું.


આ પણ વાંચો :