ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2017 (18:24 IST)

બનાસકાંઠામાં દાડમની ખેતી કરતા દિવ્યાંગ ખેડૂત ગેના પટેલને પદ્મશ્રી

કેન્દ્ર સરકાર દ્વારા આજે પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના એક ખેડૂતને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના બનાસકાંઠાના લાખણીના ગેનાભાઈ પટેલને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પદ્મશ્રી એવોર્ડ મળવા અંગે ગેનાભાઈ પટેલે જણાવ્યું હતું કે, વહેલી સવારે 5:30થી 6 વાગ્યાની આસપાસ મને દિલ્હીથી ફોન આવ્યો હતો. ફોન ઉપાડતાંની સાથે જ મને કહેવામાં આવ્યું કે  તમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યાં છે. આ વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો  બે મીનિટ રહીને મેં મારા ભાઈ સાથે વાત કરી કે આપણને પદ્મશ્રી મળ્યો છે. પોતાના બંને પગે વિકલાંગ ગેનાભાઇ  પટેલે 2004-05માં ડીસા ખાતે યોજાયેલા કૃષિમેળામાં  એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણથી પ્રેરણા લઇ બાગાયતી ખેતી તરફ વળ્યાં હતા અને દાડમનું વાતેતર કર્યું હતું. પરંતુ બંને પગે દિવ્યાંગ હોવાથી તેઓએ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી ખેતરમાં CCTV કેમેરા લગાવ્યા તેમજ દાડમના છોડની બે લાઇનો વચ્ચે ગાડી નિકળે તેટલી જગ્યા રાખી ગાડી લઇ ખેતરમાં ચક્કર લગાવવા લાગ્યા.  પ્રગતિશીલ ખેડૂત તરીકે ગેનાભાઈને અત્યાર સુધીમાં 17 જેટલા એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા છે. જેમાંથી 4 નેશનલ એવોર્ડ છે. સાથે જ રાજસ્થાનમાં પણ દાડમની ખેતીની સુવાસ ફેલાવવા બદલ અશોક ગેહલોત દ્વારા 1 લાખ રૂપિયા રોકડા સાથે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.