વડોદરાની યુવતી સેનેટરી પેડનો ફોટો મૂકતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (15:06 IST)

Widgets Magazine
sanitary pad


અક્ષય કુમારની પેડમેન ફિલ્મ આવી છે, ત્યારે અનેક લોકો પેડમેન ચેલેન્જ લઈ રહ્યા છે. લોકો તેની અવેરનેસ માટે સોશિયલ મીડિયા પર ઘણુંબધું લખી રહ્યા છે. ત્યારે વડોદરાની એક યુવતીએ રેડ ઇન્કના ડાઘવાળો સેનેટરી નેપકીન સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતા તે ખુબ જ ટ્રોલ થઇ હતી. વડોદરાની રાજેશ્વરીએ સોશિયલ મીડિયામાં સેનેટરી નેપકીન સાથેની તસવીર પોસ્ટ કરી છે અનેં પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘હા, અમે લોહી વહાવીએ છીએ અને અમે આ ચેલેન્જ દર મહિને લઈએ છીએ. ક્લીન સેનેટરી નેપ્કીન્સ પોસ્ટ કરવાની સોશિયલ મીડિયાની ચેલેન્જ ઉઠાવવી ઘણી સહેલી છે. પરંતુ અહીં વિચાર સામાજિક અવરોધો અને માન્યતાઓને પડકારવાનો છે. ઉપરાંત, માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનો છે. અમે ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકીન્સને સપોર્ટ કરીએ છીએ.

આ પોસ્ટ વડોદરાની મહિલા રાજેશ્વરી સિંઘ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે. જેને માત્ર 52 કલાકમાં હજારો લોકો દ્વારા લાઈક કરવામાં આવી છે. તો સેંકડો લોકો દ્વારા કોમેન્ટ અને શેર પણ કરવામાં આવી છે. જ્યારે કોમેન્ટસમાં થોડાક જ સમયમાં રાજેશ્વરીને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. ટ્રોલમાં ગર્લ્સ, મહિલાઓ, યુવકો અને પુરુષો રાજેશ્વરીની પોસ્ટ પર સતત પોઝિટિવ-નેગેટિવ કોમેન્ટ્સ કરી રહ્યા છે. લોકોની પ્રતિક્રિયાનાં જવાબમાં રાજેશ્વરીએ જણાવ્યું છે કે તમારો ખૂબ આભાર. ખરેખર તો તમારે પબ્લિક પ્લેટફોર્મ પર મને ખરાબ રીતે આંગળી ચીંધવા બદલ માફી માંગવી જોઈએ. જો તમે મારો મેસેજ ના સમજી શકતા હોવ કે સમજી શકતા હોવ તે મારો પ્રોબ્લેમ નથી. હું એક સ્વતંત્ર દેશમાં રહુ છું. જ્યાં મને મારા વિચારો રજૂ કરવાની સંપૂર્ણપણે સ્વતંત્રતા છે. મેં અહીં ઇકો ફ્રેન્ડલી નેપકીનને રેડ ડ્રોપ સાથે યુઝ કર્યું છે. જેના માટેનો મારો મૂળ વિચાર પણ દર્શાવ્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં 100થી વધુ મહિલાઓએ હાથમાં પેડ લઈને પેડમેન નિહાળી

અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રિલીઝ થઈ છે ત્યારે સુરતના પેડ કપલ તરીકે ઓળખાતા મહેતા દંપતિએ ...

news

ગુજરાતમાં કોસંબાના દરિયામાં દેખાણી ડોલ્ફિન, સેલ્ફી લેવા માટે પડાપડી

વલસાડ પાસે આવેલા કોસંબાના દરિયામાં અંદાજે 500 મીટર અંદર માછલી પકડવા માટેના બંધારામાં ...

news

મોદી સાહેબનો ફેબ્રૃઆરીના અંતમાં ફરીપાછો ગુજરાત રાઉન્ડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય બાદ મુખ્ય પ્રધાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં બાદ ...

news

અમદાવાદમાં લવ જેહાદ અને વેલેન્ટાઈનના વિરોધમાં લાગ્યા પોસ્ટર

વેલેન્ટાઈન ડે હવે નજીક આવી રહ્યો છે, તેમ તેમ તેનો વિરોધ કરાનારાઓ પણ પૂરજોશમાં વિરોધ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine