Widgets Magazine
Widgets Magazine

વડોદરાના અર્જુન જૈને સેક્યુઅલ પ્રોડક્ટની હોમ ડિલેવરી શરૂ કરી, પ્રથમ દિવસે જ સારો પ્રતિસાદ મળ્યો

બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (13:55 IST)

Widgets Magazine

 

gujarat news

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અર્જુન તમને ઘરે બેઠા હોમ ડિલીવરી આપશે. અર્જુનની એક ફ્રેન્ડ  લગ્ન પહેલાં ગર્ભવતી બની ગઇ હતી અને સંતાન થઇ ગયા બાદ તેણે વેઠવી પડેલી મુશ્કેલીને ધ્યાનમાં લઇ અર્જુને આ સ્ટાર્ટ-અપ શરૂ કર્યુ છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારના વિઠ્ઠલનગરમાં રહેતો અજુન જૈન એમ.એસ. યુનિવર્સીટીમાં માર્કેટિંગ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. અર્જુન જૈને  જણાવ્યું હતું કે, વેલેન્ટાઇન ડેથી મે કોન્ટ્રાસેપ્ટીવ ઓન વ્હિલ્સ નામથી સેક્સુઅલ પ્રોડક્ટ હોમ ડિલીવરી દ્વારા વેચાણ કરવાની શરૂઆત કરી છે. પ્રથમ દિવસે જ 6 વ્યક્તિના ઓર્ડર આવ્યા હતા. જેમાં 4 પ્રેગ્નેસી કીટના હતા અને 5 કોન્ડોમના હતા. ઓર્ડર આપનાર મોટા ભાગે કોલેજીયન યુવાનો હતા. મારી આ શરૂઆતને સારો આવકાર મળી રહ્યો છે. કેટલાંક લોકોએ મારી આ શરૂઆતને મજાકમાં પણ લીધી છે. પરંતુ મને તેનાથી કોઇ ફરક પડતો નથી. અર્જુન જૈને વધુમાં જણાવ્યું હતું કે, મારો ઇરાદો મારા કામને વ્યવસાય બનાવવાનો નથી. પરંતુ સેક્સુઅલ શિક્ષણના અભાવથી એઇડ્સ જેવી ફેલાતી બીમારીને રોકવાનો છે. મારી ફ્રેન્ડ જે લગ્ન પહેલાં તેના બોયફ્રેન્ડ સાથે શારીરીક સબંધ બાંધતા ગર્ભવતી બની હતી. અને પછી તેને ખુબ મુશ્કેલી પડી હતી. આવી તકલીફનો કોઇ ભોગ ન બને તે માટે મે આ સ્ટાર્ટઅપ કર્યુ છે. વધુમાં અર્જુને જણાવ્યુ હતુ કે, કેમિસ્ટની દુકાને કોન્ડોમ જેવી પ્રોડક્ટ લેવા જતાં લોકો શરમ અનુભવે છે. જેમાં મહિલાઓ ખાસ સંકોચ અનુભવે છે. આથી મેં આ શરૂઆત કરી છે. જ્યારે આ કામ કરવાનું વિચાર્યું ત્યારે મને મારા પરિવારજનો મંજૂરી આપશે કે નહીં ? તેવો વિચાર આવ્યો હતો. હું મારા પરિવારને વાત કરતા પણ સંકોચ અનુભવતો હતો. પરંતુ હિંમત કરીને પરિવારની સાથે વાત કરી ત્યારે તેઓએ સહજ મારી આ કામગીરીને આવકારી લીધી હતી. અને મને મદદરૂપ થવાની તૈયારી બતાવી હતીWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ખેડૂતો પર લાઠીચાર્જના વિરોધમાં સાણંદ બંધને મિશ્ર પ્રતિસાદ

સાણંદના નળકાંઠા વિસ્તારમાં સિંચાઇના પ્રશ્ને ગઇકાલે યોજાયેલી અધિકાર રેલીમાં ખેડૂતો અને ...

news

મારી પાસે ભાજપના નેતાઓની સેક્સસીડી છે - શંકરસિંહ વાઘેલા

સેક્સકાંડ બાબતે તીખી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ...

news

ઉત્તરાખંડ ચૂંટણી 2017 - બીજેપી સાથે નથી બાબા રામદેવ, બોલ્યા-આ વખતે મોટા-મોટા દિગ્ગજો હારી જશે

યોગ ગુરૂ બાબા રામદેવ ઉત્તરાખંડમાં ચાલી રહેલ મતદાન દરમિયાન પોલિંગ બૂથ પહોંચ્યા. તેમણે ...

news

સુપ્રીમ કોર્ટનો નિર્ણય, તિહાડ જેલ શિફ્ટ થશે શહાબુદ્દીન

ચર્ચિત તેજાબ કાંડ સહિત અનેક મામલાના આરોપી રાજદ નેતા અને પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનને ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine