Widgets Magazine
Widgets Magazine

વેલેન્ટાઈનને પણ બે ઘડી શરમાવે તેવી રમેશભાઈની પ્રેમ કહાણી

મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (12:54 IST)

Widgets Magazine
love story


આધુનિકતાના આવરણ પાછળ પ્રેમ,બલિદાન,સમર્પણ જેવા વાક્યો નવલકથાઓ પુરતા જ સિમિત થઈ જવા પામ્યા છે.  હાલના ઈન્સન્ટ યુગમાં છુટાછેડાઓ હવે સામાન્ય બાબતો ચુકી છે. ફિલ્મ જોવા કે શોપીંગ કરવા ન લઈ જવા જેવી સામાન્ય બાબત સીધી છુટાછેડા સુધી પહોંચી જતી હોય છે તું નહી તો ઓર સહીના આધુનિક કોમ્પ્યુટરો અને મોબાઈલની એપ્સની જેમ અપડેટ થાય છે તેવામાં કાળી મજુરી કરી બંન્ને ટાઈમ પોતાના હાથે રસોઈ બનાવી પોતાની પ્રેમિકા(પત્ની)ને પોતાના હાથે પ્રેમપૂર્વક જમાડતા શ્રમિક રમેશભાઈની કહાની સમાજને ઘણું બધુ શીખવી જાય છે.

છેલ્લા ૩૫ વર્ષથી આણંદમાં મજુરી કામ કરતા શ્રમિક રમેશભાઈ ૨૦ વર્ષ પહેલા તેમના વતન દાહોદ બાજુ અનાથ જ્યોત્સનાબેન સાથે કેટલાંક અગ્રણીઓની મદદથી મંદિરમાં ફુલહાર કર્યા હતા.  રમેશભાઈએ તેની સાથે દિલનો નાતો જોડયો તેનો હાથ પકડી જીવન મરણ પર્યંત સાથે રહેવાનો કોલ આપી રોજી રોટી રળવા માટે રમેશભાઈ પોતાની પ્રેયસી પત્ની સાથે કામની તલાશમાં આણંદ આવ્યા.

ભણતરના અભાવે નોકરી ન મળતા તેઓએ મજબુત શારિરીક બાંધાનો ઉપયોગ કરી શાકમાર્કેટમાં મજુરી કરવાનું શરૂ કર્યુ. સવાર સાંજ મજુરી કરી પરસેવો પાડી કરેલી રોકડીમાંથી રમેશભાઈ અને જ્યોત્સનાબેન શહેરના રસ્તાઓની ફુટપાથ ઉપર ગુજારો કરવા લાગ્યા.

વખત જતા આ દંપત્તિના પ્રેમની નિશાની રૂપ કન્યાનું અવતરણ થતા બંન્ને હરખાઈ ગયા અને ખુબ લાડ અને પ્રેમ સાથે તેમના પ્રેમના પ્રતિક સમી લાડકી દિકરીનો ઉછેર કર્યો. સમયના વહેણ સાથે દિકરી યુવાન થઈ રમેશભાઈની મહેનત અને જ્યોત્સનાબેનની બચતથી બંન્ને પતિપત્નીએ રૂ.૮૦ હજાર ખર્ચી દિકરીને સાસરીએ વળાવી માં બાપ પ્રત્યેની ફરજ અદા કરી. ત્યારબાદ રમેશભાઈના જીવનમાં અચાનક એક આફત આવી જ્યોત્સનાબેન એક દિવસ  તેમની દિકરીને મળી રેલવેમાં આણંદ પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેનની હડફેટે આવી જતા તેણીની ગંભીર રીતે ઘાયલ થઈ. જોકે લોકોએ મદદ કરી જ્યોત્સનાબેનને તાત્કાલીક વડોદરાની સિવિલ હોસ્પિટલમાં પહોંચતી કરી દેવાતા તેમની જીંદગી બચી ગઈ પરંતુ જ્યોત્સનાબેનના બંન્ને હાથ નકામા થઈ ગયા હતા.

સતત છ મહિના સુધી રમેશભાઈએ પોતાની પત્ની જ્યોત્સનાબેનની ખડેપગે સેવા ચાકરી કરી પતિધર્મ નિભાવ્યો પરંતુ મુશ્કેલીઓ ત્યારે વધી જ્યારે જ્યોત્સનાબેનના બંન્ને હાથ કામ વિનાના થઈ ગયા.એકતરફ પેટનો ખાડો પુરવા કાળી મજુરી કરવી બીજી તરફ વિકલાંગ બની ચુકેલી પત્નીની સારસંભાળ લેવી બંન્ને મુશ્કેલીઓનો સામનો એક સાથે કરવો.પરંતુ રમેશભાઈનો સાચો પ્રેમ અને વફાદારીએ જ્યોત્સનાબેનનો સાથ ન છોડયો. રમેશભાઈ આણંદની મોટી શાકમાર્કેટમાં સવારે મજુરી કરવા જાય.માર્કેટ સામેની જ ફુટપાથ ઉપર કામચલાઉ છાપરૂ બનાવી તેમાં બિમાર તથા વિકલાંગ પત્નીને સુવાડી રાખી સવારની મજુરીમાંથી મળેલ પૈસાથી શાકભાજી લઈ રમેશભાઈ બપોરનું જમવાનું પોતાના હાથે બનાવી પોતાની પત્ની જ્યોત્સનાબેનને ઉઠાડી તેના હાથ પગ તેમજ મોંઢુ ધોવરાવી પોતાના હાથેથી ગરમ ગરમ જમવાનું જમાડે અને પોતે પણ જમે. ખુલ્લા રસ્તાની બાજુમાં કાચા છાપરા પાસે ફુટપાથ ઉપર આ રીતે પોતાના હાથે વિકલાંગ પત્નીને જમાડતા જોઈ રસ્તે જનાર લોકોને પણ વિચાર કરી મુકે તેવું દ્રશ્ય સર્જાય છે.

હાલના આધુનિક યુગમાં પતિને પત્ની માટે તેમજ પત્નીને પતિ માટે પુરતો સમય ફાળવવો મુશ્કેલ બને છે તેવામાં રમેશભાઈ તેમની પત્નીની સેવા ચાકરી ઘણું બધુ સુચવી જાય છે.હાલમાં જોરશોર સાથે ઉજવાઈ રહેલ વેલેન્ટાઈન ડે વિશે તેમને પુછતા તેઓ એ શું હોય તેવો સવાલ સામે કર્યો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વેલેન્ટાઈન ડે રમેશભાઈની પ્રેમ કહાણી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નલિયા દુષ્કર્મ - મહિલાઓના સન્માન માટે જરૂર પડ્યે ઠોકશાહી કરીશું: હાર્દિક પટેલ

નલિયા દુષ્કર્મ કાંડને પગલે સોમવારે કચ્છ આવેલા હાર્દિક પટેલે સરકાર દ્વારા સીટની રચનાને ...

news

હેપ્પી વેલેન્ટાઈન ડે - ગુજ્જુ યુવાને ફિલિપ્પાઈન્સની યુવતી સાથે લગ્ન કર્યાં

4 ફેબ્રુઆરી-2015ના રોજ વલેન્ટાઇન ડેના દિવસે કતારની હોટલમાં વડોદરાના યુવાન અને ...

news

અમેરિકામાં 'ફાલતુ લોકો'ને નહી આવવા દઈએ, અત્યાર સુધી 680ની ધરપકડ - ડોનાલ્ડ ટ્રંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અપરાધિયો વિરુદ્ધ ચાલી રહેલ કાર્યવાહીનો બચાવ કરતા ...

news

Live - હવે CM નહી બની શકે શશિકલા, આવકથી વધુ સંપત્તિ કેસમાં SCએ દોષી માન્યા, 4 વર્ષની જેલ, 10 કરોડનો દંડ

તમિલનાડુમાં પનીરસેલ્વમના સ્થાન પર સીએમ બનવા પર જીદે ચઢેલ શશિકલા વિરુદ્ધ આવકથી વધુ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine