ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 10 જૂન 2017 (12:11 IST)

જાણો કોણ છે એ યુવતી જેને કારણે વિરાટ કોહલી અને ડીવિલિયર્સ શૂન્ય પર આઉટ થયા

શ્રીલંકા વિરુદ્ધ રમાયેલ મેચમાં ભારત 7 વિકેટથી હારી ગયુ હતુ. બીજી બાજુ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી શૂન્ય પર જ આઉટ થયા હતા. વિરાટની આ ખરાબ પરફોરમેંસ પછી ફેંસ એક મહિલાને ટ્રોલ કરી રહ્યા છે. જેને મેચ પહેલા વિરાટ સાથે સેલ્ફી લીધી હતી. 
સમાચારનુ માનીએ તો વિરાટ સાથે સેલ્ફી ક્લિક કરનારી યુવતી જૈનબ અબ્બાસ છે. જે ક્રિકેટ એનાલિસ્ટ ઉપરાંત પાકિસ્તાનની ટીવી પ્રેજેંટર પણ છે. જૈનબે શ્રીલંકા વિરુદ્ધ મેચ પહેલા વિરાટ સાથે સેલ્ફી લીધી હતી અને પછી વિરાટ ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. 
 
ઉલ્લેખનીય છેકે આ પહેલા જૈનબે સાઉથ આફ્રિકાના કપ્તાન એબી ડિવીલિયર્સ સાથે પણ સેલ્ફી લીધી હતી અને એ દરમિયાન ડિવિલિયર્સ પણ પાકિસ્તાન વિરુદ્ધ ગોલ્ડન ડક આઉટ થયા હતા. ડિવિલિયર્સના કેરિયરમાં આવુ પહેલીવાર થયુ હતુ જ્યારે તેઓ શૂન્ય પર આઉટ થયા.