શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (11:20 IST)

ગુજરાતમાં ઉદ્યોગોમાં ફરજિયાત 80 ટકા ગુજરાતીઓને નોકરી આપવી પડશે: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાહેર કર્યું છે કે, ગુજરાતમાં જે ઉદ્યોગો કે સર્વિસ સેક્ટરમાં સાહસો - ઉદ્યોગો આવશે તેમણે ૮૦ ટકા ગુજરાતીઓને રોજગાર આપવા પડશે. તેમજ જે વિસ્તારમાં તે સ્થપાય ત્યાંના ૨૫ ટકા સ્થાનિક લોકોને સમાવવાની જવાબદારી લેવી પડશે. સરકાર આગામી દિવસોમાં આ મામલે કાયદાનું સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી રહી છે. વિજય રૂપાણીએ અમદાવાદમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત ૮૫૦૦ યુવાનોને કરાર પત્રોનું વિતરણ કર્યું હતું. આ સમયે તેમણે આ વાત કહી હતી.
રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાને મેઇક ઈન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા જે સંકલ્પ કર્યા છે તેને સાકાર કરવા ગુજરાતમાં માર્ચ ૨૦૧૯ પહેલાં ૧ લાખ યુવાનોને આ મુખ્યમંત્રી ઍપ્રેન્ટીસ યોજનામાં કૌશલ્યવાન બનાવવા છે. આના દ્વારા યુવાનોને નવિન તક આપવી છે. ગુજરાત આખા દેશમાં એપ્રેન્ટીસશીપ એકટ અન્વયે અપાતી તાલીમના ર૬ ટકા તાલીમાર્થીઓ સાથે અગ્રેસર છે તેની વિગતો તેમણે આપી હતી. કૉંગ્રેસ યુવાનોને બેકારી ભથ્થું આપવાની માંગ કરે છે પરંતુ અમે બેકારી ભથ્થું આપી બેકારોની સંખ્યા વધારવામાં નહીં યુવાનો પ્રત્યે પોઝિટિવ એટીટ્યુડ રાખી તેના કૌશલ્ય અને શક્તિને નવી તક આપી પરિશ્રમની પરાકાષ્ટા સર્જી અયોધ્યામે રામ, યુવાઓ કો કામ, મહેંગાઇ પે લગામ, હટાદો ભ્રષ્ટાચારી બદનામનો ધ્યેય લઇને શાસનમાં સેવાદાયિત્વ નિભાવનારા લોકો છીયે.”
વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે અત્યાર સુધી ઈમ્પોર્ટને કારણે આપણે ઘણું સહન કર્યું. હવે મેઇક ઈન ઇન્ડિયા અન્વયે આ દેશની ધરતી પર જ નવીનતમ ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ ઉત્પાદન કરવા છે. આ માટે નવી ટેકનોલોજીને અનુરૂપ ૧૪૦ જેટલા નવા કોર્ષ તાલુકે-તાલુકે આઈ.ટી.આઈ સાથે શરૂ કર્યા છે. પોણા બે લાખ યુવાઓ આ કોર્સીસની તાલીમ મેળવે છે."”મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, અગાઉ કૉંગ્રેસના સમયમાં નીતિ, નેતા અને નિયતના અભાવે દેશ સાચી દિશાથી વંચીત રહ્યો. હવે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સહી નેતા, સાફ નિયત અને સ્પષ્ટ નીતિ ને કારણે ભારતની શાખ વધી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આ મુખ્યમંત્રી ઍપ્રેન્ટીસશિપ યોજનામાં યુવાનોને તાલીમ સાથે સ્ટાઇપેન્ડ પણ આપીએ છીએ.