શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 28 જુલાઈ 2017 (12:39 IST)

PHOTO - અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી ... જુઓ જુદા જુદા તસ્વીરો..

રાજ્યના 5 નેશનલ હાઈવે, 30 સ્ટેટ હાઈવે અને 731 પંચાયત હસ્તકના રસ્તા, અન્ય માર્ગો 105 મળીને કુલ 871 માર્ગો બંધ કરી દેવાયા છે. જે સ્થિતિની ગંભીરતા બતાવે છે.જેમાં બનાસકાંઠા જિલ્લાના 478 રસ્તા બંધ છે.
ગઈ કાલ રાતથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ભારે તંગ સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને જાતમાહિતી મેળવી હતી. તેમની સાથે મંત્રી અને ઠક્કરબાપા નગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયા પણ જોડાયા હતા.




 








 














દર વર્ષે સામાન્‍ય રીતે તબક્કાવાર વરસાદ પડતો હોય છે પરંતુ આ વખતે જૂન પૂરો થતા જ શરૂ થયેલા વરસાદે જુલાઈ મધ્‍યેથી ભયંકર ગતિ પકડી છે. અનેક વિસ્‍તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા કલ્‍પનાતિત પરિસ્‍થિતિ સર્જાયેલ છે.