આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે- જાણો ગુજરાતના કયા મ્યુઝિયમમાં શું છે?

ગુરુવાર, 18 મે 2017 (14:28 IST)

Widgets Magazine
museum


18મી મે નો દિવસ સમગ્ર વિશ્વમાં ડે તરીકે ઉજવાય છે. ત્યારે ગુજરાતમાં કયા મ્યુઝિયમમાં શું સચવાયેલું છે એ જાણવું જરૂરી છે. વડોદરાનું સયાજી મ્યુઝિયમ લોકોમાં ખાસ જાણીતું છે. જેમાં 19મી સદીમાં દેશના સૌથી તરીકે બરોડા મ્યુઝિયમનું સ્થાન હતું. બરોડા મ્યુઝિયમમાં વિશ્વની કેટલીક અજાયબીભરી ચીજોનું કલેક્શન છે. જેમાં ઇજિપ્તના મમીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં એકમાત્ર બરોડા મ્યુઝિમમાં જ ઇજિપ્તનું મમી સચવાયેલુ છે. આ મમી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1895માં ખરીદ્યુ હતું. બરોડા મ્યુઝિયમમાં અનેક હાલમાં પણ ઉપલબ્ધ છે.
museum

વર્ષ 2013માં માર્સલ મેરી બરોડા મ્યુઝિયમની મુલાકાતે આવ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન તત્કાલીન ક્યુરેટર શૈલેશ ઘોડાએ માર્સલ મેરીને આ મમી વિશે ક્વેરી કરી હતી. માર્સલ મેરી બરોડા મ્યુઝિયમમાં આ મમીને નિહાળી તેની ઉપરના લખાણ વાંચીને પરત જતાં રહ્યાં હતા.
museum day

માર્સલ મેરીએ શૈલેશ ઘોડાને ઇમેલ પર 2 મહિના સુધી તેમના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.આ મમી સ્ત્રીનું હોવાનું છેલ્લાં 120 વર્ષથી મનાતું હતું. જો કે તે પુરુષનું હોવાનો સૌથી રોચક ખુલાસો બ્રિટિશ મ્યુઝિયમનાં ઇજિપ્ત અને સુદાન ગેલેરીનાં આસિસ્ટન્ટ કીપર અને ઇજિપ્તૉલૉજિસ્ટ માર્સલ મેરીએ કર્યો હતો.
museum
museum

માર્સલે આપેલા પ્રત્યુતરમાં જણાવાયું છે કે, આ મમી કોઇ સ્ત્રીનું નથી. આ મમી પુરુષનું છે અને તે પણ એક ઇજિપ્શિયન ધર્મગુરુનું છે. મમીની ઉપર લખાયેલું નામ ‘હૉર્નાખ્ત’ એ ઇજિપ્તની સંસ્કૃતિમાં પુરુષનાં નામ હોય છે. આ પ્રથમ પુરાવાના આધારે તેમણે મમીની સ્ટડી કરીને જણાવ્યું હતું કે, આ પુરુષનું મમી છે. બરોડા મ્યુઝિયમમાં આ મમીને યુવતીના મમી તરીકે જ ગણાતું હતું. પરંતુ આ પત્રવ્યવહાર અને માર્સલ મેરીના તારણ બાદ શૈલેશ ઘોડાએ પોતાની માર્ચ 2013ની નિવૃત્તિ પહેલાં તેનુ લેબલિંગ ચેન્જ કર્યું છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ, પ્રદેશના બે નેતા પરેશ ધાનાણી મુદ્દે સામસામે

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ હવે ચરમસિમાએ પહોંચ્યો છે. ...

news

ડૂંગરા ખોદીને પીવાનું પાણી મેળવવા મજબૂર ગ્રામજનો, ડહોળું પાણી પીને બાળબચ્ચા જીવે છે

આ વખતના ઉનાળાએ તોબા પોકારાવી છે. ગરમીમાં લોકોની હાલત ખરાબ છે. ત્યાં પીવાના પાણીના વાંધા ...

news

કેન્દ્રીય મંત્રી અનિલ માધવનુ નિધન, PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ પ્રકટ કર્યુ

કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી અનિલ માધવ દવેનુ દિલ્હીના એમ્સમાં નિધન થઈ ગયુ છે. 60 ...

news

Rain in Gujarat - સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, કરા પડ્યાં

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી ...

Widgets Magazine