શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2017 (16:25 IST)

કોંગ્રેસ સામે પોસ્ટર વોર, ભાજપે મણીનગરમાં નનામી કાઢી

કેરાલામા  ગાયની હત્યા કરી ગૌમાસ ખાવાના મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ગૌ રક્ષા માટે 48 કલાક માટે ચૈતન્ય શંભુ મહારાજ ઉપવાસ પાર બેઠા છે ત્યારે તેના સમર્થનમાં ભાજપના અનેક અગ્રણીઓ મણિનગર ખાતે કોંગ્રેસ વિરુદ્ધમાં દેખાવો કર્યાં છે. જેમાં કોંગ્રેસ વિરુદ્ધ હાય હાય ના નારા લગાવી નનામી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના લોકો સામે ચીમકી ઉચ્ચારીને કહ્યું હતું કે જે લોકો આવા કામમાં સપોર્ટ કરે છે તેમને જડ મૂળથી સાફ કરાશે.સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે કેરળમાં ગાય માંસ ખાવાના મુદ્દે ઉપવાસ આંદોલન દરમિયાન કાલે ભાજપ અને કોગ્રેસના નેતા અને કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારા મારી બાદ પથ્થર મારો થતાં સામાન્ય લોકો ભયભીત થઇ ગયા હતા. અડધો કલાક બાદ પહોચેલી પોલીસે કોગ્રેસ અને માલધારી સમાજના આગેવાનોની અટકાયત કરી હતી. પરંતુ આ અંગે ફરિયાદ થઇ કે કેમ તે અંગે ઝોન 1 સહિતના ઉચ્ચ અધિકારીઓ બોલવા તૈયાર ન હતા. માલધારી સમાજે જણાવ્યુ હતુ કે, અમારા સમાજના લોકો પર હુમલો થયો છે તેમ છતાં પોલીસે ફકત એમને પકડયા છે.ઠેર-ઠેર સાધુસંતો અને ગૌસેવા સાથે સંકળાયેલા લોકો દ્વારા કૉંગ્રેસનો વિરોધ થઇ રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લાં બે દિવસથી ઘમાસણ જોવા મળી રહ્યું છે. આજે રાજકોટ શહેરમાં પણ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ કેરળમાં કરેલા અધમ કૃત્યની ટીકા કરતાં બોર્ડ લગાવાયા છે. જેમાં કોંગ્રેસને ગૌ માંસ ખાનારા આ છે કોંગ્રેસની ઓળખ. એ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બેનર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી રાજકોટમાં છે ત્યારે જ જોવા મળ્યા છે. રાજકોટમાં માલવિયા ચોક અને કિશાનપરા ચોક ખાતે ગૌ સેવા સમિતિના નામે કોંગ્રેસનો વિરોધ કરતું બેનર લગાવવામાં આવ્યું હતું. અહીં બેનર લગાવીને કોંગ્રેસને ગૌ માંસ ખાનાર પાર્ટી તરીકે ચિતરવામાં આવી છે. બોર્ડ કોણે અને ક્યારે લગાવ્યા એ હજુ સુધી બહાર આવ્યું નથી.