મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ઑગસ્ટ 2018 (12:30 IST)

ગુજરાત સરકારે કેરળને 10 કરોડની સહાય કરવાની જાહેરાત કરી

CM વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કેરળને 10 કરોડની સહાય કરવાની જાહેરાત કરી હતી.    કેરળમાં પડેલા ભારે પૂરનાં કારણે આવી હોનારત થઈ હતી. કેરળનાં પુનઃવર્સન માટે તમામ રાજ્યની સરકારે સહાયની જાહેરાત કરી છે. કેરલમાં ભારે વરસાદને લઇને અનેક પરિવારનાં અંદાજે 2.23 લાખ જેટલાં લોકોનાં હાલ બેહાલ થઇ ગયાં છે. રાજ્યભરમાં શરૂ કરાયેલી 1568 રાહત શિબિરોમાં તેઓ હાલ આશરો લઈ રહ્યાં છે. 2 દિવસ સુધી સતત વરસી રહેલાં મુશળધાર વરસાદ પડ્યાં બાદ શુક્રવારનાં રોજ થોડોક વરસાદ ઓછો થયો છે. જો કે હવામાન વિભાગનું એમ કહેવું છે કે, હવે આગામી દિવસોમાં આ સ્થિતિ થોડી સામાન્ય થશે પરંતુ કેટલાંક વિસ્તારમાં વરસાદનો પ્રકોપ હજી પણ અવિરતપણે ચાલુ રહેશે. આંકડા મુજબ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીનાં સપ્તાહમાં કેરલમાં સામાન્ય કરતાં સાડા 3 ગણો વધુ વરસાદ થયો છે.