શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2017 (13:50 IST)

લ્યો બોલો કપડાં ધોતાં વિચાર આવ્યો અને બનાવી દીધું આવું વોશિંગ મશીન

અમદાવાદ ખાતે સ્થિત એલ.ડી. કોલેજ ઑફ એન્જિનિયરિંગ દ્વારા બે દિવસીય ઓપન હાઉસ‘કાઈઝેન-2017’નું આયોજન  કરાયુ હતુ. જેમાં બી.ઈ. અને એમ.ઈ.માં અભ્યાસ કરતાં 1600 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના ઈનોવેટીવ પ્રોજેક્ટને પ્રદર્શનમાં મુક્યા હતા. એકેડમી અને ઈન્ડસ્ટ્રીઝની જ્યુરી દ્વારા એન્જિનિયરિંગની તમામ બ્રાન્ચમાંથી બેસ્ટ ત્રણ પ્રોજેક્ટને પસંદ કરી એવોર્ડ અપાશે.  એલ.ડી. કોલેજની હોસ્ટેલમાં કપડા ધોતાં ધોતાં વિદ્યાર્થીને વિચાર આવ્યો કે આપણે એવુ વોશિંગ મશીન બનાવીએ કે જેમાં વીજળીની વગર કપડાં ધોવાઈ જાય. જેના સોલ્યુશનરૂપે વિદ્યાર્થીઓએ ‘પેડલ વોશિંગ મશીન’ બનાવ્યુ છે. જેમાં સાઈકલની ચેઈન સાથે હેન્ડમેડ વોશિંગ મશીન જોડ્યું છે. સાઈકલના પેડલ મારવામાં આવે ત્યારે વોશિંગ મશીનનું ડ્રમ ફરે છે અને કપડા ધોવાઈ છે.