મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 4 જૂન 2019 (15:34 IST)

વાંચો એક વૃક્ષ પ્રેમીની કહાની, એકલા હાથે બે લાખ વૃક્ષ વાવીને ઉછેર્યાં

આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પર્યાવરણના ઉછેરની વાતો કરનારા અનેક લોકો મળી જશે પણ પર્યાવરણનો ઉછેર કરનારા આંગળીના વેઢે ગણાય એટલા જ મળશે. ત્યારે એક એવા વ્યક્તિની વાત કરવી છે જણે એકલા હાથે બે લાખથી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની સુરક્ષાનો યજ્ઞ કર્યો છે.  રાજકોટના વિજય ડોબરિયાએ સૂક્કાંભઠ્ઠ પડધરી પંથકને હરિયાળું બનાવવાનું. ગાંઠના એક કરોડ, ચૌદ લાખ રૃપિયા ખર્ચી તેમણે પડધરી તાલુકામાં ચિક્કાર વૃક્ષારોપણ કર્યું. અગાઉ તો ધ્યેય એક લાખ વૃક્ષનું જ હતું. પણ આજે ત્રણેય વર્ષની મહેનત પછી તેમણ રોપેલાં – ઉછેરોલાં લગભગ પોણા બે લાખ  વૃક્ષો આ પંથકમાં લહેરાઈ રહ્યા છે. અને આ બધાં જ વૃક્ષો વિકસીત છે. તેમાંના એંશી ટકા વૃક્ષોની ઊંચાઈ આજે દસ-બાર ફૂટ કે તેથી વધુ છે. વિજય ડોબરિયાની મહેનત રંગ લાવી છે. આજે એમનું સદ્દભાવના ચેરિટેબલ ટ્ર્સ્ટ આ વિસ્તારમાં ઘેર-ઘેર જાણીતુ બન્યુ છે. ગામ-ગામે તેમનો વૃક્ષયજ્ઞા ચાલી રહ્યો છે. પણ હજુ તેઓ અહીં અટકવાના નથી. તેમનો ટાર્ગેટ છે, દસ લાખ વૃક્ષો વાવી ને ઉછેરવાનો. તેમનું માનવું છે કે, પડધરી તાલુકામાં લગભગ દસેક લાખ વૃક્ષો આસાનીથી સમાઈ શકે તેમ છે. તેમનો ટ્રેક રેકોર્ડ જોતા પણ ધ્યેય પણ તેઓ હાંસલ કરીને જ જંપશે. તાલુકાના દસ ગામામાં તેમના ટ્રસ્ટે એક – એક હજાર આંબા વાવીને ઉછેર્યા છે અને છ ગામોમાં એક – એક હજાર બોરસલ્લીના વૃક્ષો ઉછેર્યા છે. આ ગામોમાંથી કોઈ રોડ કે કોઈ આંગણું એવું નથી. જ્યાં વૃક્ષ ન હોય. સામાન્ય રીતે તેઓ વડ, પીપર, પિપળોલ ખાટી આમલી, કરંજ અને બોરસલ્લી એમ છ જ વૃક્ષો વાવે છે. આજથી પાંચકે વર્ષ પછી- જ્યારે વૃક્ષો ઘેઘૂર બનશે ત્યારે તેમના કાર્યનું મહત્ત્વ સમજાશે.