બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સલમાન ખાન
Written By
Last Updated : બુધવાર, 6 મે 2015 (11:35 IST)

સલમાન ખાન પર દોષ સાબિત, શુ થશે 10 વર્ષની જેલ ?

મુંબઈની એક સત્ર કોર્ટ બોલીવુડ અભિનેતા સલમાન ખાનની સંલિપ્તતાવાળા હિટ એંડ રન મામલે બુધવારે પોતાનો નિર્ણય સંભળાવશે. આ મામલામાં દોષી સાબિત થતા અભિનેતાને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 
 
કોર્ટે નિર્ણય સંભળાવવા માટે તારીખ નક્કી કરતા ગયા મહિને અભિનેતાને આદેશ આપ્યો હતોકે તે છ મે ના રોજ સવારે 11 વાગ્યે કોર્ટમાં હાજર રહે. લોકપ્રિય અભિનેતા સલમાન વિરુદ્ધ બિન ઈરાદાથી હત્યાના વધુ ગંભીર મામલાનો આરોપ લગાવાયા પછી આ મામલામાં નવેસરથી સુનાવણી થઈ હતી. આ મામલે દોષી સાબિત થતા અપરાધીને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. 
 
આ પહેલા બાંદ્રાના એક મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટે સલમાન વિરુદ્ધ તેજ ગતિથી અને બેદરકારીથી વાહન ચલાવવાનો આરોપના હેઠળ મામલાની સુનાવણી કરી હતી. જેમા દોષી સાબિત થતા અપરાધીને વધુમાં વધુ બે વર્ષની જેલની સજા થઈ શકે છે.  મેજીસ્ટ્રેટે 2012માં સલમાન વિરુદ્ધ બિન ઈરાદાપૂર્વક હત્યાનો વધુ ગંભીર આરોપ લગાવતા આ મામલાને સત્ર કોર્ટમાં મોકલી દીધો હતો. 
 
ઉલ્લેખનીય છેકે 28 સપ્ટેમ્બર 2002ના રોજ સલમાને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પોતાની કાર દ્વારા ફૂટપાથ પર સૂઈ રહેલા પાંચ લોકોને કચડી નાખ્યા હતા. જેમાથી એકનું મોત થયુ હતુ અને ચાર લોકો ઘાયલ થયા હતા. સલમાન ખાન આ મામલે પોતાનુ નિવેદન નોંધાવી ચુક્યા છે. સલમાન ખાનનો દાવો છે કે 28 સપ્ટેમ્બર 2002ની રાત્રે થયેલ દુર્ઘટનાના સમયે તે વાહન નહોતા ચલાવી રહ્યા. 
 
સલમાન પર ભારતીય દંડ સંહિતાની ધારા 304-બે (બિન ઈરાદાથી હત્યા ધારા 279 (તેજ ગતિ અને લાપરવાહીથી ડ્રાઈવિંગ) ધારા 337 અને 338 (જીવ જોખમમાં નાખવો અને ગંભીર ઘાયલ કરવા) અને ધારા 427 (ખોટી હરકતથી સંપત્તિને નુકશાન) હેઠળ આરોપ નક્કી થયા છે. આ બધી ધારાઓમાં જુદી જુદી સજાની જોગવાઈ છે. 
 
આ દુર્ઘટનામાં નુરુલ્લા મહેબૂબ શરીફનુ મોત થઈ ગયુ હતુ અને કલીમ મોહમ્મદ પઠાણ, મુન્ના મલાઈ ખાન, અબ્દુલ્લા રઉફ શેખ, અને મુસ્લિમ શેખ ઘાયલ થઈ ગયા હતા. 
 
બચાવ પક્ષના વકીલે એ પણ તર્ક આપ્યુ છે કે પોલીસે સ્ટીયરિંગ વ્હીલથી આંગળીઓના નિશાન ઉઠાવ્યા નહોતા. જેનાથી એ જાણ થઈ શકે કે વાહન કોણ ચલાવી રહ્યુ હતુ. જો કે અભિયોજક પ્રદીપ ઘરાટે આરોપ લગાવ્યો છે કે સલમાન એકવાર ફરીથી બર્કાડી રમ પીધા પછી ગાડી ચલાવી રહ્યા હતા.  જ્યારેકે અભિનેતાએ આ આરોપનું ખંડન કરતા કહ્યુ છે કે તેમણે ફક્ત પાણી પીધુ હતુ.  
 
અભિયોજન પક્ષનુ કહેવુ છે કે ઉપનગર બ્રાંદ્રામાં એક બેકરીની બહાર ફુટપાથ પર સૂઈ રહેલા પીડિતોને કચડનારી ટોયોટા લેંડ ક્રૂઝરને સલમાન ખાન ચલાવી રહ્યા હતા અને તેમણે દારૂ પી રાખી હતી. પણ અભિનેતાએ દાવો કર્યો છે કે ગાડી તેમનો ડ્રાઈવર અશોક સિંહ ચલાવી રહ્યો હતો. સિંહે પણ બચાવ પક્ષના આ નિવેદનની પુષ્ટિ કરી છે.