મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

શાસ્ત્રો મુજબ આ 10 ટેવ ખોટી છે, આપે છે અશુભ ફળ, તેને છોડી દેવી જોઈએ

ટેવના સંબંધ આપણા ભવિષ્ય અને આપણને મળતા સુખ-દુખથી પણ છે. ટેવ જણાવે છે કે આપણા વિચારો કેવા અને સ્વભાવ કેવો છે. આથી ટેવને વ્યક્તિનો અરીસો પણ કહેવાય છે. શાસ્ત્રોમાં કેટલીક એવી ટેવ જણાવી છે જે ખોટી છે અને અશુભ ફળ આપે છે . અહીં જાણો 10 ખોટી ટેવ જેને છોડી દેવી જોઈએ... ... 
1. બાથરૂમને ગંદુ જ છોડી દેવું - જો કોઈ માણસ નાહ્યા પછી બાથરૂમની સફાઈ નથી કરતો, તેને ગંદો જ મૂકી દે છે તો તેને ચંદ્ર ગ્રહથી અશુભ ફળ મળે છે. જળ તત્વને ચંદ્ર પ્રભાવિત કરે છે. આથી નાહ્યા પછી બાથરૂમને ગંદુ ન મૂકવું જોઈએ. ગંદકીને અને ફર્શ પર ફેલાયેલા પાણીને પણ કાઢી નાખવું જોઈએ. શાસ્ત્રો મુજબ આ વાતનું ધ્યાન રાખતા શરીરનું તેજ વધે છે અને ચંદ્ર ગ્રહથી શુભ ફળ મળે છે. 
 
2. ભોજન પછી થાળી એંઠી મૂકીને ન ઉઠવું -  ભોજન પછી એંઠી થાળી મૂકીને ઉઠી જવું સારી ટેવ નથી. આ ટેવના કારણે કાર્યમાં સ્થાઈ સફળતા મળતી નથી. વધારે મહેનત કર્યા પછી સંતોષજનક ફળ મળતુ નથી.  ભોજન પછી એંઠા વાસણને યોગ્ય સ્થાન પર મુકવામાં આવે તો શનિ અને ચંદ્રના દોષ દૂર થાય છે. સાથે જ લક્ષ્મી પ્રસન્ન પણ થાય છે. 
 
3. ઘરમાં જૂતા-ચપ્પલ ગમે ત્યા ફેંકવા -  ઘરમાં ચપ્પલ જૂતા ગમે ત્યા ફેંકવા પણ સારી ટેવ નથી. શાસ્ત્રો મુજબ ઘરમાં અસ્તવ્યસ્ત રીતે મુકેલા જૂતા-ચપ્પ્લથી દુશ્મનનો ડર વધે છે. આ ટેવથી માન-સન્માનમાં પણ કમી આવે છે. 
 
4. પથારી અવ્યવસ્થિત રાખવી - ઘરમાં પથારી અવ્યવસ્થિત રહે છે, ચાદર ગંદી રહે છે તો આ અશુભ અસર વધારતી ટેવ છે. જેના ઘરોમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવતુ નથી ત્યાં રહેતા લોકોની દિનચર્યા પણ અવયવસ્થિત જ હોય છે. એ લોકો કોઈ પણ કામ ઠીકથી નહી કરી શકતા. સાથે જ આ ટેવ સ્વાસ્થય માટે પણ યોગ્ય નથી.

5. જોર-જોરથી બોલવું
જો કોઈ માણસની ટેવ જોર-જોરથી બોલવાની છે તો તેને શનિના દોષનો સામનો કરવું પડે છે. શનિ એવા લોકોથી નારાજ થઈ જાય છે જે જોર-જોરથી બૂમ પાડીને વાત કરે છે. આવું કરતા બીજા લોકોને પણ પરેશાની હોય છે. વાતચીત શાંત થઈને જ કરવી જોઈએ. સાથે જ નકામી વાતોથી બચવું જોઈએ.

6. મોડે સુધી જાગવું 
જો કોઈ માણસ મોડે સુધી વગર કારણે જાગે છે તો ચંદ્ર ગ્રહ અશુભ ફળ આપે છે. એવા લોકોને માનસિક તનાવનો સામનો કરવું પડે છે. મોડે સુધી જાગવું અને સવારે મોડે સુધી સોવું સ્વાસ્થય સંબંધી પરેશાનીઓનો સામનો કરવું પડે છે. જો માણસ રાત્રે મોડે સુધી જાગતો રહેશે તો સવારે જલ્દી ઉઠી ન શકે. સારા સ્વાસ્થય 
માટે રાત્રે જલ્દી સોવું અને સવારે જલ્દી જાગવું બહુ જરૂરી છે. 

 
7. અહીંતહી થૂકવાની ટેવ 
અહીંતહી થૂકવાને ટેવ, અશુભ ફળ આપતી હોય છે. આ ટેવથી યશ, માન-સન્માન ખત્મ હોય છે. એવા લોકો ને જો માન-સન્મા મળી જાય તો એ વધારે સમય ટકતું નથી. મહાલક્ષ્મીની કૃપા નહી મળતી.આથી અહીં-તહી થૂકવાથી બચવું જોઈએ,  આ કામ માટે નિર્ધરિત સ્થાનનો જ ઉપયોગ કરવું જોઈએ. 
 
8. વડીલના અપમાન કરવું
જો કોઈ માણસ વૃદ્ધજનના અપમાન કરે છે, તેનો મજાક બનાવે છે તો આ ટેવના કારણે ઘરની બરકત ખત્મ થઈ જાય છે. તેથી ઘરના અને સમાજના બધા વડીલના માન-સન્માન બનાવી રાખવું જોઈએ. જે ઘરમાં વૃદ્ધજન ખુશ રહે છે, ત્યાં બધા દેવી-દેવતાઓની કૃપા બની રહે છે.

9. રસોડું અવ્યવસ્થિત રાખવું
જો કોઈ ઘરમાં રસોડું અવ્યવસ્થિત રહે છે અને યોગ્ય સાફ સફાઈ નહી હોય છે તો મંગળ ગ્રહના દોષ વધે છે. કિચન હમેશા સાફ જ રહેવું જોઈએ. રાત્રે પણ સૂતા પહેલા જૂંઠા વાસણ અને કિચન સાફ કરવું જોઈએ. આ વાતનો ધ્યાન રાખતા બધા દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. 
 
10. પગની સફાઈ
ઘણા લોકો ચેહરાની સફાઈ પર તો પૂરતો ધ્યાન આપે છે પણ પગની સફાઈને નજરાંદાજ કરે છે. આ સારી ટેવ નથી. પગની સફાઈ પર પણ પૂરો ધ્યાન આપવું જોઈએ. નહાવતા સમયે પગને પણ સારી રીતે ધોવા જોઈએ. જો પગ ગંદા રહેશે તો અમારું માન-સન્માન ઘટી શકે છે.