મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (15:24 IST)

ધન લાભ માટે રોજ કરો શિવ પુરાણમાં જણાવ્યા આ સરળ ઉપાય

આ સૃષ્ટિનું નિર્માણ ભગવાન શિવની ઈચ્છા માત્રથી જ થયું છે. આથી એમની ભક્તિ કરતા માણસને સંસારની બધી વસ્તુઓ મળી શકે છે. શિવજી એમના ભક્તોની સમસ્ત મનોકામના પૂરી કરે છે. શિવપુરાણ મુજબ નિયમિત રૂપથી શિવલિંગના પૂજન કરતા માણસને  જીવનમાં દુ:ખોનો સામનો કરવાની શક્તિ મળે છે. 
 
શિવપુરાણમાં એક એવું શાસ્ત્ર છે , જેમાં શિવજી અને સૃષ્ટિના નિર્માણ સાથે  સંકળાયેલી રહસ્યની વાતો જણાવી છે. આ પુરાણમાં ઘણા ચમત્કારી ઉપાય પણ જણાવ્યા છે , જે  આપણા  જીવનની ધન સંબંધી સમસ્યાઓને ખત્મ કરે છે. સાથે જ અક્ષય પુણ્ય પણ પ્રદાન કરે છે. આ ઉપાયોથી પાછલા પાપોના નાશ થાય છે અને ભવિષ્ય સુખદ બને છે. 
 
જો તમે પણ શિવજીની કૃપાથી ધન સંબંધી સમસ્યાઓથી છુટ્કારો મેળવા ઈચ્છો છો તો અહીં જણાવેલ  સરળ ઉપાય દરરોજ રાત્રે કરવા જોઈએ , આ ઉપાય શિવ પુરાણમાં જણાવ્યા છે. 
શિવલિંગ પાસે રોજ રાત્રે દીપક પ્રગટાવો 
જૂના સમયથી જ ઘણી એવી પરંપરા પ્રચલિત છે, જેનું  પાલન કરતા પર માણસને બધા સુખની પ્રાપ્તિ હોય છે. આ પ્રથાઓના પાલન કરવા પર ઘણી સમસ્યાઓના સામનો કરવો  પડે છે. શુભ ફળોની પ્રાપ્તિ માટે એક પરંપરા છે કે દરરોજ રાત્રે સૂતા સમયે શિવલિંગના સામે દીપક પ્રગટાવવો  જોઈએ. આ ઉપાય પાછળ એક પ્રાચીન કથા જણાવી છે. 
કથા 
કથા મુજબ પ્રાચીન કાળમાં ગુણનિધિ નામનો  માણસ બહુ ગરીબ હતો  અને ભોજનની શોધમાં હતો. આ શોધમાં રાત થઈ ગઈ અને એ એક શિવ મંદિરમાં પહોંચી ગયો. ગુણનિધિએ વિચાર્યું કે એ રાત્રે વિશ્રામ આ મંદિરમાં કરી લેવો  જોઈએ. રાતના સમયે ત્યાં બહું અંધારું થઈ ગયું. આ અંધકાર દૂર કરવા માટે તેણે  શિવ મંદિરમાં એમના કપડું  સળગાવ્યુ. રાત્રિના સમયે ભગવાન શિવની સામે પ્રકાશ કરવાના ફળ સ્વરૂપ એ માણસને  આગલા જનમમાં  દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર દેવનું  પદ મળ્યું. 
 
આ કથા મુજબ સાંજના સમયે શિવ મંદિરમાં દીપક પ્રગટાવતા  માણસને અપાર ધન સંપતિ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આથી નિયમિત રૂપથી રાતના સમયે કોઈ પણ શિવલિંગ સામે દીપક પ્રગટાવવો  જોઈએ. દીપક પ્રગટાવતા સમયે  ૐ નમ: શિવાય મંત્રનો  જાપ કરવો જોઈએ. શિવજીના પૂજનથી શ્રદ્ધાળુઓની ધન સંબંધી સ્માસ્યાઓ પણ દૂર થઈ જાય છે. શાસ્ત્રોમાં એક બીજો સટીક ઉપાય જણાવ્યો  છે જેને નિયમિત રૂપથી અજમાવતા માણસને અપાર ધન સંપંતિ મળે છે. આ ઉપાયની  સાથે દરરોજ સવારના સમયે શિવલિંગ પર જળ, દૂધ, ચોખા વગેરે પૂજન સામગ્રી અર્પિત કરવી જોઈએ.