શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : બુધવાર, 29 મે 2019 (12:03 IST)

Shani Jayanti - જ્યારે શનિદેવએ લીધી પાંડવોની પરીક્ષા, વાંચો કથા

પાંડવોનો અજ્ઞાતવાસ સમાપ્ત થવામાં થોડું સમય બાકી રહ્યું હતું. પાંચો પાંડવ અને દ્રોપદી જંગલમાં છુપવાના સ્થાન શોધી રહ્યા હતા. ત્યાં શનિદેવની આકાશ મંડળથી પાંડવો પર નજર પડી શનિદેવના મનમાં વિચાર આવ્યું કે આ બધામાં સૌથી બુદ્ધિમાન કોણ છે પરીક્ષા લેવાય. દેવએ એક માયાનો મહલ બનાવ્યું રે મહલમાં ચાર ખૂણા હતા પૂરબ,પશ્ચિમ,ઉત્તર,દક્ષિણ
 અચાનક ભીમની નજર મહલ પર પડી અને તે આકર્ષિત થઈ ગયા. ભીમ, યુધિષ્ઠિરથી બોલ્યા - ભૈયા મને મહલ જોવું છે ભાઈએ કીધું જાઓ . 
 
ભીમ મહલના દ્વાર પર પહોંચ્યા ત્યાં શનિદેવ દ્વારપાળના રૂપમાં ઉભા હતા. 
 
ભીમને કીધું, મને મહન જોવું છે
 
શનિદેવએ કીધું- આ મહનની કેટલીક શરત છે 
 
પહેલી શરત -  મહલના ચારે ખૂણાથી તમે માત્ર એક જ ખૂણા જોઈ શકો છો 
 
બીજી શરત- મહલમાં જે પણ જોશો તેની સાર સાથે વખાણ(વર્ણન)કરવું પડશે. 
 
ત્રીજી શરત- જો વખાણ(વર્ણન)નહી કરી શક્યા તો બંધક કેદ કરી લેવાશે. 
 
ભીમએ કીધું- હું સ્વીકાર કરું છું આવું જ થશે. 
 
અને એ મહલના પૂર્વ ખૂણા તરફ ગયા.
 
ત્યાં જઈને તેને અદભુત પશુ-પંખી અને ફૂલ અને ફળથી લદેલા ઝાડ જોયા. આગળ જઈને જુએ છે કે ત્રણ કૂવા છે. આમ તેમ બે બાજુઓ નાના અને વચ્ચે એક મોટું કૂવો. 
 
વચ્ચે વાળા કૂવામાં પાણીનો ઉફાન(ઊભરો)આવે છે અને બન્ને નાના ખાલી કૂવા ભરી નાખે છે. પછી થોડી વાર પછી બન્ને નાના કૂવામાં ઊભરો આવે છે પણ એ મોટા કૂવાનો પાણી અડધું જ રહે છે, પૂરો નહી ભરતો. આ ક્રિયાને ભીમ ઘણી વાર જોયું પણ સમજી ન શક્યું અને પછી પરત દ્વારપાળ પાસે આવે છે. 
 
દ્વારપાળ- શું જોયું તમે ? 
 
ભીમ - મહાનુભાવ મે એવા ઝાડ- પશુ-પંખી જોયા જે પહેલા ક્યારે નહી જોયા. એક વાત મારી સમજમાં નહી આવી કે નાના કૂવા પાણીથી ભરી જાય છે પણ મોટા શા માટે નહી ભરતું આ નહી સમજાયું 
 
દ્વારપાળ બોલ્યા તમે શર્ત મુજબ બંદક થઈ ગયા છો અને ભીમને બંદક ઘરમાં બેસાડી દીધું. 
 
અર્જુન આવ્યું બોલ્યો- મને મહલ જોવું છે, દ્વારપાળએ શરત જણાવી અને અર્જુન પશ્ચિમ ખૂણા તરફ ગયું. 
 
આગળ જઈને અર્જુન શું જુએ છે. એક ખેતરમાં બે ઉપજ ઉગી રહી છે એક તરફ બાજરાની પાક અને બીજી તરફ મકઈની પાક 
 
બાજરાના છોડથી મકઈ નિકળી રહી છે અને મકાઈના છોડથી બાજરી નિકળી રહી છે.  વિચિત્ર લાગ્યું કઈ સમજાયું નહી પરત દ્વાર પર આવી ગયા. 
 
દ્વારપાળએ પૂછ્યું શું જોયું? 
 
 
અર્જુન બોલ્યા બધુ જોયું પણ બાજરા અને મકાઈની વાત નહી સમજાઈ 
 
શનિદેવે કીશું શરત મુજબ તમે બંદી છો. 
 
નકુલ આવ્યું બોલ્યો- મને મહલ જોવું છે,
પછી એ ઉત્તર દિશાની તરફ ગયું ત્યાં તેને જોયું કે બહુ બધી સફેદ ગાયો જ્યારે તેમને ભૂખ લાગે છે તો તેમની નાની વાછડીનો દૂધ પીવે છે તેને કઈ સમજાયું નહી એ દ્વાર પર આવ્યા. 
 
શું જોયું 
 
નકુલ બોલ્યો મહાનુભાવ ગાયની વાછડીનો દૂધ પીવે છે આ સમજાયું નહી ત્યારે તેને પણ બંદી બનાવી લીધા. 
 
સહદેવ આવ્યું બોલ્યું મને મહલ જોવું છે. અને દક્ષિણ દિશાની તરફ અંતિમ ખૂણા જોવા માટે ગયું. શું જુએ છે કે ત્યાં એક સોનાની મોટી છીપર એક ચાંદીના સિકકા પર ટકેલી ડગમગ ડોલી રહ્યું છે પણ પડતું નહી તેમજ રહે છે. સમજાયું નહી પરત દ્વાર પર આવ્યા. અને બોલ્યા સોનાની શિપરની વાત સમજાઈ નહી. એ પણ બંદી બની ગયા. 
 
ચારે ભાઈ બહુ મોડે સુધી નહી આવ્યા ત્યારે યુદ્ધિષ્ઠિરને ચિંતા થઈ એ પણ દ્રોપદી સાથે મહલમાં ગયા. 
 
ભાઈઓ માટે પૂછ્યું ત્યારે દ્વારપાળએ જણાવ્યા કે એ શરત મુજબ બંદી છે. 
 
યુદ્ધિષ્ઠિર બોલ્યા ભીન તમે શું જોયું ? 
 
ભીમએ કૂવા વિશે જણાવ્યું 
 
ત્યારે યુદ્ધિષ્ઠિર કીધું- આ કળયુગમાં થશે એક પિતા બે દીકરાનો પેટ તો ભરી નાખશે પણ બે દીકરા મળીને એક પિતાના પેટ નહી ભરી શકશે. 
 
ભીમમે મૂકી દીધું 
 
અર્જુનથી પૂછ્યું તમે શું જોયું ? 
 
તેને ઉપજ(પાક) વિશે જણાવ્યું યુદ્ધિષ્ઠિર કીધું- આ પણ કળયુગમાં થવા વાળું છે વંશ પરિવર્તન એટલેકે બ્રાહ્મણના ઘર વાણિયાની છોકરી અને વાણિયાના ઘરે શુદ્રની છોકરીનો લગ્ન થશે. 
 
અર્જુન પણ મુક્ત થઈ ગયું. 
 
નકુલથી પૂછ્યું તમે શું જોયું ત્યારે તેને ગાયનો વૃતાંત જણાવ્યું. 
 
ત્યારે યુદ્ધિષ્ઠિરએ કીધું- કળયુગમાં માતાઓ તેમની દીકરીઓના ઘરે પળશે દીકરીના દાણા ખાશે અને દીકરા સેવા નહી કરશે. 
 
નકુલ પણ મુક્ત થઈ ગયું. 
 
સહદેવથી પૂછ્યું તમે શું જોયું- તેને સોનાની શિપરની વાત કહી 
 
 
ત્યારે યુદ્ધિષ્ઠિર બોલ્યા- કળયુગ પાપ ધર્મને દબાવતું રહેશે પણ ધર્મ તોય પણ જિંદા રહેશે ખત્મ નહી થશે. 
 
ચારો ભાઈ છૂટી ગયા- શનિદેવએ માન્યું કે યુદ્ધિષ્ઠિર સૌથી વધારે બુદ્ધિમાન છે. કથા મુજબ કળયુગમાં બધુ આ થઈ રહ્યું છે. 
 
 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.