શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મકર સંક્રાતિ
Written By એજન્સી|

ઉત્તરાયણમાં સૂર્ય ઉપાસનાનું મહત્વ છે !

મહાભારતમાં ભીષ્મે ઉત્તરાયણના દિવસે દેહ છોડયો હતો

NDN.D

પ્રાચીનકાળથી સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે 'પતંગ' શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે.

જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. ગ્રહોના અગ્રણી એવા ભગવાન આદિત્યનો રોગનિવૃત્તિ કરનાર અને આયુષ્ય આપનાર દેવ તરીકે પણ ઉલ્લેખ જોવા મળે છે. જયોતિષશાસ્ત્રના અભ્યાસીઓ મુજબ શનિ-યમ સૂર્યપુત્ર હોવાથી ભગવાન ભાસ્કરના ઉપાસકો પર શનિદેવ અને યમરાજાની પણ òપા રહે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યપૂજા માટે આદિત્ય, મિત્ર, અર્ક, માર્તણ્ડ, ખગ, દિવાકર, ભાસ્કર સહિત 108થી માંડીને સહસ્ત્ર નામ જોવા મળે છે.

અમદાવાદના પ્રખ્યાત ભવિષ્યવેત્તા મહેશભાઇ ત્રીવેદીએ જણાવ્યું છે કે, વિક્રમ સંવત-2064માં મકરસંક્રાંતિ તા.15મી જાન્યુઆરીએ મનાવાશે, કેમ કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ તા.14મીએ રાત્રે 12.07વાગ્યે થયો હતો. માટે આજે તા.15મીના સૂર્યોદયથી સંક્રાંતિ પુણ્યકાળનો પ્રારંભ થયો. પદ્મપુરાણ અનુસાર સૂર્યદેવ બાળસ્વરૂપ ધારણ કરીને 12 મહિનામાં 12 રાશીઓમાં સંક્રમણ કરતા રહે છે. આ સંક્રમણને સંક્રાંતિ કહે છે. ધન, મિથુન, મીન, કન્યા રાશીની સંક્રાંતિને ષડશીતિ કહે છે.

વૃષભ-વૃશ્વિક-કુંભ અને સિંહ રાશીની સંક્રાંતિને વિષ્ણુપદી સંક્રાંતિ કહે છે. ષડશીતિ નામની સંક્રાંતિમાં કરેલા પુણ્યકર્મનું ફળ 86,000 ગણું અને વિષ્ણુપદીમાં કરેલા પુણ્યકર્મ લાખગણું અને ઉત્તરાયણ અથવા દક્ષિણાયન આરંભના સમયે કરેલા પુણ્ય કોટિ-કોટિ ગણું ફળ આપે છે. પુરાણો અનુસાર સંક્રાંતિના દિવસે સૂર્યસ્તોત્રનું પઠન કરવાથી લક્ષ્મી સ્થિર રહે છે. સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પવિત્ર થઈ પૂજા કરવાથી તલમિશ્રિત જળથી સૂર્યાઘ્ર્ય આપવાથી કોઢ અને આંખસંબંધી રોગો, અસાઘ્ય રોગ, દરિદ્રતા દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

જ્યારે જયોતિષાચાર્ય આશિષભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, આદિત્ય ગ્રહોના રાજા છે અને પ્રત્યક્ષ દેવ છે. જેની ઉપાસના આરાધનાથી રોગ-દરિદ્રતા દૂર થાય છે અને કોર્ટ-કચેરી-રાજકીય કાર્યોમાં સફળતા મળે છે. વહેલી સવારે ઋષિમુનિઓ સ્નાન કરી માર્તણ્ડ દેવની ઉપાસના કરતા હોય છે, જેથી તેઓનું આયુષ્ય લાંબું હતું. આજે પણ સંતો-ધર્મપ્રેમીઓ સવારે સૂર્યનારાયણ દેવને અઘ્ર્ય આપે છે.

પૂષ્ણ્વ્યદેવની આરાધનાથી રોગ ઉપર વિજય થાય છે. જેમને અન્ય ગ્રહોની પીડા હોય તો ‘આદિત્યહૃદય સ્તોત્ર’નો પાઠ, સૂર્યસ્તુતિ, ગાયત્રી ઉપાસના કરી વ્યકિત પોતાના દુ:ખનું નિવારણ જાતે જ કરી શકે છે. જે જાતકની કુંડળીમાં સૂર્ય નીચનો હોય કે ખાડામાં હોય તેમણે સવારે સ્નાન કરી ગાયત્રીમંત્ર સાથે સૂર્યનારાયણને અઘ્ર્ય આપવો જેનાથી ગતિ-કીર્તિ-આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ રહે છે. સૂર્ય ઉપાસનાથી નોકરિયાતોને નોકરીમાં શાંતિ-બઢતી અને કીર્તિ મળે છે, જયારે ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકોને ધંધામાં બરકત આવે છે.

મહાભારતમાં ભીષ્મે ઉત્તરાયણના દિવસે દેહ છોડયો હતો -
ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું, એમ કહી જયોતિષાચાર્ય વાસુદેવભાઈ વી.શાસ્ત્રીએ જણાવ્યું કે સંક્રાંતિકાળ દરમિયાન સૂર્યઉપાસના કરવાથી આત્મશકિત જાગૃત થાય છે. સંક્રાંતિના પુણ્યકાળમાં ‘હ્રીં સૂર્યાય નમ: મંત્રનો જાપ કરવાથી દરેક ક્ષેત્રે પ્રગતિ થાય છે અને તેજસ્વિતામાં વૃદ્ધિ થાય છે. વિધાર્થીઓ સૂર્યગાયત્રી મંત્રનો જાપ કરે તો વિધામાં òદ્ધિ અને તન-મનની શકિતમાં પણ વિકાસ થાય છે.

ઉત્તરાયણમાં સૂર્યસ્નાન કરો -
ભારતીય ઋષિમુનિઓએ વ્રત-તહેવારો સાથે આયુર્વેદને પણ વણી લીધું છે. માટે આયુર્વેદ શાસ્ત્ર મુજબ અત્યારે શિશિર ઋતુ ચાલી રહી છે. તેમાં શેરડી-તલ-ગોળ-મમરાનો લાડુ જેવા મધુર પદાર્થોસ્વાસ્થ્ય માટે સારા હોવાથી મકરસંક્રાંતિના દિવસે તલની ચીકી વગેરે ખાવામાં આવે છે. જૉ કે તેમાં શરદી-કરમિયા કે ડાયાબિટિસના દર્દીઓને આનાથી દૂર રહેવું જૉઈએ. ઉપરાંત તલના તેલની માલિશ કરીને સૂર્યસ્નાન કરવાથી શરીરની સ્વસ્થતા જળવાઈ રહે છે.

વિજ્ઞાન મુજબ સૂર્યપ્રકાશથી વિટામિન-ડી મળે છે અને ચામડી સુંવાળી બને છે, હાડકા-દાંત-વાળ-નખ મજબૂત બને છે અને યોગાનુયોગ આ દિવસે પતંગોત્સવ નિમિત્તે બધા અગાસી ઉપર જ રહેતા હોવાથી સૂર્યસ્નાન આપોઆપ થઈ જાય છે એમ આયુર્વેદાચાર્ય પ્રવીણભાઈ હીરપરાએ જણાવ્યું છે.