Widgets Magazine
Widgets Magazine

ગર્ભનિરોધના સાધન અને સાવધાનીઓ

Widgets Magazine

- ઓસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની ગોળીઓ માલા-ડીના નામથી સરકારી હોસ્પીટલમાં મફતમાં મળે છે. બજારમાં મળનારી લિવોનોરજેસ્ટ્રોનની ગોળીઓ અને માલા-ડી વચ્ચે વધારે અંતર નથી. યૌન સંબંધ પછી 72 કલાકની અંદર માલા-ડીની બે ગોળીઓ બે વખત, 12 કલાકના અંતરમાં લઈ શકાય છે.

- લેવોનોરજેસ્ટ્રોનની એક ગોળી યૌન સંબંધ પછી 72 કલાકની અંદર લેવામાં આવે તો ગર્ભ ધારણને રોકી શકાય છે.

- આ સિવાય ટી નામનું સાધન પણ સરકારી હોસ્પીટલમાં મફતમાં લગાવવામાં આવે છે.

મુશ્કેલીઓ :

ઉલ્ટી જેવું થવું : 20 ટકા મહિલાઓને 24 કલાકની અંદર આ પ્રકારની મુશ્કેલી જણાય છે. જો ગોળીને ભોજન કે દૂધની સાથે લેવામાં આવે અને ઉલ્ટી ન થવાની દવા પણ લેવામાં આવે તો મુશ્કેલી ઘણી ઓછી આવે છે.

ઉલ્ટીઓ થવી: પાંચ ટકા મહિલાઓને આ મુશ્કેલી રહે છે. જો ગોળી લીધાના બે કલાકની અંદર જ ઉલ્ટી થઈ જાય તો ગોળી ફરીથી લેવી જરૂરી છે.

અનિયમિત માસિક ધર્મ : આ ગોળીઓ લીધાના થોડાક મહિના પછી માસિક ધર્મ અનિયમિત થઈ જાય છે કે પછી તેમાં વધારે રક્તસ્ત્રાવની ફરિયાદ રહે છે.

કોણે ન લેવી જોઈએ:

જેમને હૃદયની બિમારી હોય, માથામાં કે શરીરના અન્ય કોઈ ભાગમાં લોહી જામી જવાની બિમારી હોય, માઈગ્રેનના દર્દી હોય, જેમને ઈંઝાઈમાની ફરિયાદ હોય, જેમને લીવરની કોઈ પણ બિમારી હોય તેમણે આ ગોળીઓ ન લેવી.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આરોગ્ય

news

બે ચમચી પલાળેલી ખસખસ ખાવાના ફાયદા જાણો છો

આજકાલ લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડે ...

news

જાણો રાશિ પ્રમાણે કેવો હોય છે પુરૂષોનો સેક્સ વ્યવહાર

જ્યોતિષ મુજબ વિશ્વમાં દરેક માણસ પર ગ્રહોની અસર હોય છે. તેના જન્મ સ્થાન અને સમયનો તેમના ...

news

આરોગ્ય માટે શુ છે લાભકારી, દૂધ કે દહી ?

શરૂઆતથી જ દરેક ઘરમાં દૂધ અને દહીનો પ્રયોગ કરવામાં આવે છે. દૂધ અને દહી બંનેનુ સેવન આપણા ...

news

કપૂરના આ ફાયદા જાણીને હેરાન રહી જશો

કપૂર એક એવી વસ્તુ છે જેને સામાન્ય રીતે પૂજા-પાઠ માટે જ પ્રયોગ કરવામાં આવે છે પણ તમે એ ...