શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2011 (13:25 IST)

માર્કેટ ડાઉન : સેંસેક્સ 16000 નીચે

ઓક્ટોબર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર -5.1 ટકાની નકારાત્મક સપાટીએ રહ્યો છે. આઇઆઇપીના આંકડાઓએ બજારનાં માનસને ડહોળી નાખ્યું હતું. કામકાજના પ્રારંભમાં 100 પોઇન્ટના સુધારામાં ખુલેલો સેન્સેક્સ આ ઊંચા મથાળા જાળવી શક્યો નહોતો અને ઘટયો હતો.

સેન્સેક્સ આ લખાય છે ત્યારે 239 પોઇન્ટ નીચે 15975 હતો. નિફ્ટી આશરે 64 પોઇન્ટની મંદીમાં 4802 હતો. કેપિટલ ગુડ્સ, પાવર, મેટલ, ઓટો, બેંક્સ, ઓઇલ એન્ડ ગેસ, પીએસયુ વગેરે ક્ષેત્રોમાં વેચાણ વધુ તીવ્ર હતા.

હેવીવેઇટ્સ પૈકી ઇન્ફોસીસ, આઇટીસી, વિપ્રો અને ઓએનજીસીમાં સામાન્ય વૃદ્ધિ થઈ હતી, બાકીના તમામ શેર સવા ત્રણ ટકાથી લઈ નજીવી નરમાઈમાં મુકાતા હતા. બીએસઈ ખાતે કુલ 1409 શેર ગગડ્યાં હતા અને 857 સ્ક્રિપમાં સુધારો હતો.

9 ડિસેમ્બરે રાત્રે અમેરિકાના બજારોમાં ડાઉ જોન્સ 1.5, નાસ્ડેક 1.9 ટકા મક્કમ હતો જ્યારે યુરોપના બજારોમાં એફટીએસઈ 100, સીએસી 40 અને ડીએએક્સ પોણા ટકાથી લઈ 2.4 ટકાની વચ્ચે સુધર્યાં હતા. એશિયામાં આજે નિક્કી, સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ, હેંગ સેંગ, તાઇવાન વેઇટેડ અને કોસ્પિ પોણા ટકાથી લઈ 1.3 ટકાની વચ્ચે મક્કમ હતા.