ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|

માર્કેટ ગબડતા સેસેક્સ 16 હજાર નીચે બંધ

PTI
વૈશ્વિક સ્તર પર મંદીની આશંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય શાખ નિર્ધારણ સંસ્થા(મુડીઝ)ની તરફથી દેશના સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈંડિયાની રેટિંગ ઘટાડવાના સમાચારોથી નિરાશ બજારમાં વેચવાલીનો ભારે દબાવ જોવા મળ્યો અને સેંસેક્સ 16 હજારના મનૌવૈજ્ઞાનિક સ્તરથી નીચે ઉતરીને બંધ થયુ.

મુડીઝ એ એસબીઆઈના વાર્ષિક કમજોર પરિણામો, ઘટતી પુંજી અને બિન નિષ્પાદિત પરિસંપત્તિ વધવાથી બેંકની રેટિંગ 'સી માઈનસ'થી ઘટાડીને 'ડી પ્લસ' કરી દીધી છે. જૂનમાં સમાપ્ત થતા ત્રિમાસિકમાં બેંકની બિન નિષ્પાદિત પરિસંપત્તિઓ ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તર પર 3.52 ટકા પર પહોંચી ગઈ હતી.

શેર બજાર ડાઉન થતા એસબીઆઈના શેર આજે બે વર્ષના નિમ્નસ્તર પર પહોંચી ગયા. નિફ્ટીમાં ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એમએડએમ, એસબીઆઈ, સ્ટરલાઈટ ઈંડસ્ટ્રીઝ ખોટમાં રહી

મારુતિ સુઝુકી, એલએંડટી, વિપ્રો, ભેલ, ટાટા સ્ટીલના શેરોમાં રોકાણકારોએ રસ બતાવ્યો.