ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|

શેરબજારમાં જોરદાર ગાબડુ

બુધવારે ભારતીય શેરબજારોની શરૂઆત સપાટ સ્તર પર થઈ. અમેરિકી બજારોની સુસ્ત ચાલથી આજે બજાર એક સીમિત મર્યાદામાં જ વેપાર કરી રહ્યાં હતાં. એશિયાઈ બજારોમાં પણ નબળાઈ હતી પરંતુ યૂરોપિય બજારના ખુલ્યા બાદ ભારતીય બજારોમાં જોરદાર પડતી જોવા મળી.

બપોરે 12.45 વાગ્યે સેંસેક્સ 300 અંકોના ગાબડા સાથે 15031 ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 117 અંક ગાબડીને 4447 ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.

આજે સેંસેક્સના વેપારની શરૂઆત પડતી સાથે થઈ પરંતુ ટૂક સમયમાં જ બજારમાં રિકવરી આવી ગઈ. સવારે 11.05 વાગ્યે સેંસેક્સ 3 અંકોના વધારા સાથે 15373 ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 5 અંકોના વધારા સાથે 4569 ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો પરંતુ ત્યાર બાદ વેપારી સત્રમાં બજારમાં જોરદાર પડતી આવી.