શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ , શુક્રવાર, 28 ઑગસ્ટ 2009 (20:01 IST)

સેંસેક્સમાં 141 પોઇન્ટનો ઉછાળો

વૈશ્વિક બજારોના હકારાત્મક સંકેત અને અગ્રીમ હરોળના પસંદગીના શેરોમાં થયેલી લેવાલીના પગલે પ્રારંભિકના ઘટાડો ભૂંસાઇને કામકાજના અંતે મુંબઇ શેરબજારના બીએસઇ સેન્સેટીવ ઈન્ડેક્ષમાં 141.27 પોઇન્ટનો ઊછાળો નોંધાતા 15922.34ની સપાટીએ બંધ રહ્યો હતો. સેંન્સેકસના પગલે પગલે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ)ના નિફટીમાં પણ 44.15 પોઇન્ટનો વધારો થતાં 4732.35ની સપાટીએ મજબૂત રહ્યો હતો.

આજરોજ બજારમાં રીયાલ્ટી શેરોમાં સારી એવી લેવાલી થઇ હતી. નિફટીએ ઇન્ટ્રાડે 4743ની ઉંચી સપાટી હાંસલ કરી હતી. જે ચાલુ વર્ષ ઇન્ટ્રાડે સૌથી ઉંચી સપાટી છે. ક્ષેત્રીય ઈન્ડેક્ષોમાં સૌથી વધુ 3.8 ટકાનો ઊછાળો થયો હતો. જેમાં સૌથી વધુ 10.5 ટકાનો ઊછાળો ઓમેકસમાં થતા તેના શેરની કિંમત 125 રૂપિયા થઇ ગઇ હતી. યુનીટેક અને ડીએલએફમાં 5 ટકાનો વધારો થયો હતો.