ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|

સેલને 1663. 49 કરોડનો લાભ

સરકારી લોખંડ કંપની સ્ટીલ ઓથોરીટિ ઓફ ઈંડિયા : 'સેલ'ને 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થતી ત્રિમાસિકમાં 1663.49 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને સૂચના આપી છે કે ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો 2009.60 કરોડ રૂપિયા હતો. કંપનીએ કહ્યુ છે કે ગયા વર્ષની સમાન ત્રિમાસિકના પરિણામની તુલના આ વર્ષની ત્રિમાસિક સાથે નથી કરી શકાતી કારણ કે આ ત્રિમાસિકના પરિણામમાં ભારત રિફ્રેક્ટ્રીઝ લિમિટેડ બીઆરએલના પરિણામનો પણ સમાવેશ છે. આ વિલય કંપનીની સાથે જુલાઈમાં થઈ ગયો હતો. આ ત્રિમાસિકમાં કંપનીને કુલ આવક 10575.28 કરોડ રૂપિયા રહી ગઈ, જે ગયા વર્ષની સમાન અવધિમાં 12488.58 કરોડ રૂપિયા હતી.