Widgets Magazine
Widgets Magazine

મુક્તિના પ્રથમ દ્વાર પર કરો પિંડદાન, શ્રી વિષ્ણુ સાથે 33 કરોડ દેવી-દેવતાઓ આપશે પિતૃઓને મોક્ષ

મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (14:36 IST)

Widgets Magazine
prayag

પિતૃપક્ષમાં કર્મ કરી અને કરવાથી પૂર્વજોની સોળ પેઢીઓની આત્માને શાંતિ અને મુક્તિ મળી જાય છે.  પ્રયાગને પિતરોની મુક્તિ માટે પ્રથમ અને મુખ્ય દ્વાર એવુ માનવામાં આવે છે.  અહી પિંડદાનનુ વિશેષ મહત્વ છે.  પ્રયાગના સંગમ પર હજારો શ્રદ્ધાળુ પિંડદાન અને તર્પણ કરીને ત્રિવેણીની ધારામાં ડુબકી લગાવીને પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. 
 
પ્રયાગમાં મુંડન કર્યા પછી વાળનુ દાન કરવામાં આવે છે. ત્યારબાદ સત્તર પિંડ તૈયાર કરીને તેનુ પૂજન કર્યા પછી વિધિ-વિધાનથી સંગમમાં વિસર્જિત કરીને બાકીના અનુષ્ઠાન કરવામાં આવે છે. 
 
ધર્મ શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને મોક્ષ અર્થાત મુક્તિના દેવતા માનવામાં આવે છે. પ્રયાગમાં ભગવાન વિષ્ણુ બાર વિવિધ રૂપોમાં વિરાજમાન છે. એવુ કહેવાય છે કે ત્રિવેણીમાં ભગવાન વિષ્ણુ બાળ મુકુંદ સ્વરૂપમાં વાસ કરે છે. આ કારણે પ્રયાગને પિતૃ મુક્તિનો પ્રથમ અને સૌથી મોટુ દ્વાર માનવામાં આવે છે. આ ઉપરાંત કાશીને મધ્ય અને ગયાને અંતિમ દ્વાર કહેવમાં આવે છે. પ્રયાગમાં શ્રાદ્ધ કર્મનો આરંભ મુંડન સંસ્કારથી થાય છે. અહી મુંડન પછી વાળનુ દાન વાળનુ દાન કરવામાં આવે છે. ત્યારબાદ તલ, જવ અને લોટથી 17 પિંડ બનાવીને વિધિ વિધાનની સાથે તેમનુ પૂજન કરીને તેમને ગંગામાં વિસર્જીત કરવા અને સંગમમાં સ્નાન કરી જળનુ તર્પ્ણ કરવાની પરંપરા છે. 
 
એવુ કહેવાય છે કે ત્રિવેણી સંગમમાં પિંડદાન કરવાથી ભગવાન વિષ્ણુ સાથે જ પ્રયાગમાં વાસ કરનારા 33 કરોડ દેવી-દેવતા પણ પિતરોને મોક્ષ પ્રદાન કરે છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

જાણો કેવી રીતે ટોકનના ભાવમાં સિદ્ધપુરની યાત્રા થાય છે. ( શ્રાદ્ધ સ્પેશિયલ)

સિદ્ધપુર ગુજરાતનું એક એવું શહેર છે જેમાં ટોકનમાં તેની યાત્રા પુરી થઈ જાય છે. શહેરમાં રૂ. ...

news

vastu tips - ઘરમાં પૂર્વજોના ફોટા લગાવતા પહેલા આટલી વાતો ધ્યાન રાખો..

શ્રાદ્ધનો મહત્વ જાણો- શ્રાદ્ધમાં વડીલો અને પૂર્વજોને યાદ કરો અને એમની કુરબાનીને યાદ ...

news

શાસ્ત્રો મુજબ... જે ઘરમાં શ્રાદ્ધ નથી થતુ ત્યા..

શ્રદ્ધાથી જે પૂર્વજો માટે કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે. તમારો એક મહિનો વીતે છે તો ...

news

શ્રાદ્ધમાં દીકરીને ખવડાવો આ ભોજન : દરિદ્રતા થશે દૂર, બનશો ધનવાન

શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે મહાલક્ષમીના આઠ સ્વરૂપ છે . લક્ષ્મીજીના આ સ્વરૂપ જીવનની ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine